હાઈલાઈટ્સ :
- UPI ની સફળતા બાદ રિઝર્વ બેંક ULI લોન્ચ કરશો
- હવેથી આપને માત્ર એક જ ક્લિકમાં મળી જશે લોન
- ULI સિસ્ટમ સામાન્ય લોકો-ખાસ કરી ગ્રામીણ માટે આશિર્વાદરૂપ
- ખેડૂતો- SSME વ્યાપારીઓને કોઈપણ કાગળ વગર ઘરે બેઠા લોન
UPIની સફળતા બાદ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ULI લોન્ચ કરશે જેમા તમને માત્ર એક ક્લિકમાં ખૂબ જ ઝડપથી લોન મળશે.
UPI સિસ્ટમ આધારિત PhonePe, Google Pay અને Paytm ઓનલાઈન એપએ આજે પેમેન્ટ ટ્રાન્ઝેક્શનને ખૂબ જ સરળ બનાવી દીધું છે. તેનું નિરીક્ષણ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI દ્વારા કરવામાં આવે છે. આરબીઆઈ આવા એક પ્લેટફોર્મ ULI સાથે પણ આવી રહી છે, જેના પર ઘણી ધિરાણ એપ્સ આધારિત હશે. લોકોને લોન લેવા માટે કોઈ કાગળની જરૂર પડશે નહીં. લોન એક ક્લિકથી તમારા લિંક્ડ બેંક એકાઉન્ટ સુધી પહોંચી જશે.
આ ULI સિસ્ટમ દ્વારા, સામાન્ય લોકો, ખાસ કરીને ગામડાના લોકો કોઈપણ કાગળ વગર ઘરે બેઠા લોન લઈ શકશે. ખેડૂતો અને SSME ઉદ્યોગોને લોન લઈને તેમની ખેતી અને વ્યવસાયના વિસ્તરણમાં મદદ મળશે.યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે UPIની સફળતાથી પ્રોત્સાહિત થઈને, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા હવે યુનિફાઈડ લેન્ડિંગ ઈન્ટરફેસ એટલે કે ULI લોન્ચ કરવા જઈ રહી છે. આના દ્વારા લોકો માટે લોન મેળવવી ખૂબ જ સરળ બની જશે.
ખરેખર, આ ULI સિસ્ટમ દ્વારા, સામાન્ય માણસ, ખાસ કરીને ગામડાના લોકો, કોઈપણ કાગળ વગર ઘરે બેઠા લોન લઈ શકશે. ખેડૂતો અને SSME ઉદ્યોગોને લોન લઈને તેમની ખેતી અને વ્યવસાયના વિસ્તરણમાં મદદ મળશે. તમને જણાવી દઈએ કે આરબીઆઈ ગયા વર્ષથી આ પ્રોજેક્ટની શરૂઆત પર કામ કરી રહી છે. આ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.જે રીતે UPI ની રજૂઆત પછી ચુકવણી પ્રણાલીમાં ક્રાંતિ આવી અને તેની પદ્ધતિઓમાં મોટો ફેરફાર થયો, તેવી જ અપેક્ષાઓ લોન ક્ષેત્રમાં પરિવર્તન માટે વ્યક્ત કરવામાં આવી રહી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે એક કાર્યક્રમમાં કહ્યું કે ટૂંક સમયમાં ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે, જેમ યુપીઆઈએ પેમેન્ટ સિસ્ટમમાં ફેરફાર કર્યો છે, તેવી જ રીતે અમે આશા રાખીએ છીએ કે ULI ભારતમાં લોન સેક્ટરમાં પરિવર્તન લાવી શકે છે. શક્તિકાંત દાસે કહ્યું કે જન ધન-આધાર, UPI અને ULIની ‘નવી ત્રિમૂર્તિ’ દેશના નાણાકીય ક્ષેત્રમાં મોટું પરિવર્તન લાવશે.