હાઈલાઈટ્સ
- પાકિસ્તાને PM મોદીને SCO સમિટ માટે આમંત્રણ આપ્યું
- દુનિયાભરના નેતાઓ ઈસ્લામાબાદમાં ભેગા થશે
- ભારતની સાથે ચીન અને પાકિસ્તાન પણ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સંપૂર્ણ સભ્ય છે
- 15-16 ઓક્ટોબરે યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે દેશોના વડાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું
વડાપ્રધાન શાહબાઝ શરીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓક્ટોબરમાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક માટે આમંત્રણ આપ્યું છે.
પાકિસ્તાનમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓક્ટોબરમાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક માટે આમંત્રણ આપ્યું છે. જણાવી દઈએ કે ભારતની સાથે ચીન અને પાકિસ્તાન પણ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સંપૂર્ણ સભ્ય છે. SCOના અન્ય સભ્ય દેશોમાં રશિયા, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાનનો સમાવેશ થાય છે.
પાકિસ્તાની વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે 15-16 ઓક્ટોબરે યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે દેશોના વડાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ભારતે હજુ સુધી આ અંગે કોઈ જવાબ આપ્યો નથી.