હાઈલાઈટ્સ
- PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી
- વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 3 વંદે ભારત ટ્રેનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો
- આજે, ઉત્તરથી દક્ષિણ સુધીની દેશની વિકાસ યાત્રામાં વધુ એક અધ્યાય જોડાઈ રહ્યો છે : PM MODI
- આજથી મદુરાઈ-બેંગલુરુ,ચેન્નાઈ-નાગરકોઈલ અને મેરઠ-લખનૌ વચ્ચે વંદે ભારત ટ્રેનની સેવા શરૂ થઈ
દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 3 વંદે ભારત ટ્રેનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.મેક ઇન ઇન્ડિયા’ અને આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના વિઝનને પરિપૂર્ણ કરીને,અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ત્રણ રૂટ,મેરઠ-લખનૌ,મદુરાઇ-બેંગલુરુ અને ચેન્નાઈ-નાગરકોઇલ પર કનેક્ટિવિટી સુધારશે.
દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 3 વંદે ભારત ટ્રેનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.મેક ઇન ઇન્ડિયા’ અને આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના વિઝનને પરિપૂર્ણ કરીને,અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ત્રણ રૂટ,મેરઠ-લખનૌ,મદુરાઇ-બેંગલુરુ અને ચેન્નાઈ-નાગરકોઇલ પર કનેક્ટિવિટી સુધારશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,”આજે, ઉત્તરથી દક્ષિણ સુધીની દેશની વિકાસ યાત્રામાં વધુ એક અધ્યાય જોડાઈ રહ્યો છે.
આજથી મદુરાઈ-બેંગલુરુ,ચેન્નાઈ-નાગરકોઈલ અને મેરઠ-લખનૌ વચ્ચે વંદે ભારત ટ્રેનની સેવા શરૂ થઈ રહી છે.આપણો દેશ વિકસિત ભારત તરફ એક-એક પગલું આગળ વધી રહ્યો છે,જે આજે શરૂ કરવામાં આવી છે તે ત્રણ વંદે ભારત ટ્રેનોએ દેશના મહત્વપૂર્ણ શહેરો અને ઐતિહાસિક સ્થળોને કનેક્ટિવિટી પૂરી પાડી છે.આ ટ્રેનથી યાત્રાળુઓને સુવિધા મળશે અને તેનાથી વિદ્યાર્થીઓ, ખેડૂતો અને IT લોકોને ઘણો ફાયદો થશે જ્યાં વંદે ભારત સુવિધા પહોંચી રહી છે.