હાઈલાઈટ્સ
- બાડમેરમાં એરફોર્સનું મિગ-29 પ્લેન ક્રેશ
- એરફોર્સે તપાસના આદેશ આપ્યા
- રાજસ્થાનના ઉત્તરલાઈ એરબેઝ પરથી ઉડાન ભર્યા બાદ બાડમેર વિસ્તારમાં ક્રેશ થયું
બાડમેર સેક્ટરમાં નિયમિત રાત્રિ પ્રશિક્ષણ મિશન દરમિયાન, મિગ-29માં ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પાઈલટને બહાર નીકળવાની ફરજ પડી હતી. પાયલોટ સુરક્ષિત છે અને કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.
ભારતીય વાયુસેનાનું મિગ-29 ફાઈટર પ્લેન સોમવારે મોડી રાત્રે રાજસ્થાનના ઉત્તરલાઈ એરબેઝ પરથી ઉડાન ભર્યા બાદ બાડમેર વિસ્તારમાં ક્રેશ થયું હતું. પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો. એરફોર્સે અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.
વાયુસેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાનું એક મિગ-29 વિમાન રાજસ્થાનના બાડમેર પાસે રાત્રિના ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું. બાડમેર સેક્ટરમાં નિયમિત રાત્રિ પ્રશિક્ષણ મિશન દરમિયાન, મિગ-29માં ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પાઈલટને બહાર નીકળવાની ફરજ પડી હતી. પાયલોટ સુરક્ષિત છે અને કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.
વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું જેના કારણે પાયલટે પ્લેનમાંથી બહાર નીકળવું પડ્યું હતું. પાઈલટ સુરક્ષિત છે અને કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.”
પોલીસના જણાવ્યા અનુસાર ફાઈટર પ્લેન સોમવારે રાત્રે લગભગ 10 વાગ્યે રહેણાંક વિસ્તારથી દૂર ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થયા બાદ જોરદાર વિસ્ફોટ અને આગ લાગી હતી. દુર્ઘટનાની માહિતી મળતા જ બાડમેરના કલેક્ટર નિશાંત જૈન, જિલ્લા પોલીસ અધિક્ષક નરેન્દ્ર સિંહ મીના અને જિલ્લા વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
વરિષ્ઠ પોલીસ અધિકારી મીનાના જણાવ્યા અનુસાર, કલેક્ટર તરફથી ફોન આવ્યો હતો કે કાવાસ પાસે એક ફાઈટર પ્લેન ક્રેશ થયું છે. બંને પાયલોટ સુરક્ષિત છે. જ્યાં પ્લેન ક્રેશ થયું તેની નજીક એક વસ્તીવાળો વિસ્તાર છે. પાયલોટે પ્લેનને વસ્તીવાળા વિસ્તારોથી દૂર ખેતરની જમીન તરફ લઈ ગયા. દુર્ઘટના બાદ એરફોર્સે 400 મીટરના વિસ્તારને સીલ કરી દીધો છે. પ્લેન ક્રેશ થાય તે પહેલા બંને પાયલોટ બહાર નીકળી ગયા હતા.
ગ્રામીણ નીમરાજે જણાવ્યું કે અમે જમ્યા પછી ઘરની બહાર બેઠા હતા. આ દરમિયાન જોરદાર વિસ્ફોટ થયો અને ધુમાડો નીકળવા લાગ્યો. જાણે વીજળી પડી હોય એવું લાગ્યું. દરમિયાન નજીકના ધાનીમાંથી ફોન આવતા અમે ત્યાં પહોંચ્યા. જ્યારે અમે ત્યાં જોયું તો એક ફાઈટર પ્લેન જોયું જેમાં આગ લાગી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એક પાયલોટ ક્રેશ સ્થળના માત્ર 1 કિલોમીટર પહેલા ફાઇટર પ્લેનમાંથી બહાર નીકળી ગયો હતો. બીજો પાયલોટ શહીદ હુકમ સિંહના ઘર પાસે મળી આવ્યો હતો. બંને સુરક્ષિત છે.