હાઈલાઈટ્સ
- જબલપુર રેલ્વે સ્ટેશન પર શનિવારે સવારે એક મોટો ટ્રેન અકસ્માત થયો
- સોમનાથ એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી નીચે ઉતર્યા
- ઘટના સવારે 5.50 વાગ્યાની આસપાસ બની હતી
- ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચતા પહેલા માત્ર 200 મીટર દૂર પાટા પરથી ઉતર્યા
જબલપુર રેલ્વે સ્ટેશન પર શનિવારે સવારે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો, સોમનાથ એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બા પ્લેટફોર્મ પર પહોંચતા પહેલા માત્ર 200 મીટર દૂર પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના સવારે 5.50 વાગ્યાની આસપાસ બની હતી.
#WATCH | Two coaches of Indore- Jabalpur Overnight Express derailed in Jabalpur, Madhya Pradesh. No casualties/injuries reported.
More details awaited pic.twitter.com/A8y0nqoD0r
— ANI (@ANI) September 7, 2024
ટ્રેન ઈન્દોરથી જબલપુર તરફ આવી રહી હતી અને પ્લેટફોર્મ નંબર-6 તરફ જઈ રહી હતી. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રેન ધીમી ગતિએ ચાલી રહી હતી, જેના કારણે કોઈ ગંભીર જાનહાનિ કે ઈજા થઈ નથી. તમામ મુસાફરો સુરક્ષિત છે અને તેમને ટૂંક સમયમાં તેમના ગંતવ્ય સ્થાન પર મોકલી દેવામાં આવ્યા છે.
પશ્ચિમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (સીપીઆરઓ) હર્ષિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે એ પણ જણાવ્યું કે અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ કેસની સંપૂર્ણ વિગતો આપવામાં આવશે.