હાઈલાઈટ્સ
- હરિયાણાની ચૂંટણીને લઈને બીજેપીની બીજી યાદી જાહેર
- બીજી યાદીમાં 21 નામોની જાહેરાત કરવામાં આવી
- ભાજપે પ્રથમ યાદીમાં 67 ઉમેદવારોની જાહેરાત કરી હતી
- 90 વિધાનસભા બેઠકો માટે 5 ઓક્ટોબરે મતદાન કાર્યક્રમ યોજાશે
- મત ગણતરી 8 ઓક્ટોબરે કરવામાં આવશે
હરિયાણામાં 90 વિધાનસભા બેઠકો માટે 5 ઓક્ટોબરે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે, જ્યારે મત ગણતરી 8 ઓક્ટોબરે થશે.
BJP Second List For Haryana Election 2024: ભારતીય જનતા પાર્ટી (BJP) એ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી. આ યાદીમાં નરવાના વિધાનસભાથી કૃષ્ણ કુમાર બેદી, રાયથી કૃષ્ણા ગેહલાવત, પુન્દ્રીથી સતપાલ જામ્બા, નુહથી સંજય સિંહ, ફિરોઝપુર ઝિરકાથી નસીમ અહેમદ, નારનૌલથી ઓમ પ્રકાશ યાદવને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપે આ યાદીમાં બે મંત્રીઓની ટિકિટ કાપી છે. જેમાં બાવલ સીટથી બનવારી લાલ અને બદખાલ સીટથી શિક્ષણ મંત્રી રહેલા સીમા ત્રિખાનો સમાવેશ થાય છે.
આ સાથે જ ભાજપે આ યાદીમાં બે મહિલાઓને પણ ટિકિટ આપી છે. જેમાં રાયથી કૃષ્ણા ગેહલાવત અને પટૌડી, ગુરુગ્રામથી બિમલા ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભાજપે પ્રથમ યાદીમાં 67 ઉમેદવારોની જાહેરાત કરી હતી. ભાજપે અત્યાર સુધી 90 બેઠકો ધરાવતી રાજ્ય વિધાનસભાની 88 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.
भाजपा की केंद्रीय चुनाव समिति ने आगामी हरियाणा विधानसभा चुनाव 2024 के लिए निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की। pic.twitter.com/XTg6Kt37eB
— BJP (@BJP4India) September 10, 2024
હરિયાણા વિધાનસભાની 90 બેઠકો પર એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે
હરિયાણામાં 90 વિધાનસભા બેઠકો માટે એક જ તબક્કામાં 5 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે, જ્યારે મત ગણતરી 8 ઓક્ટોબરે થશે. અગાઉ રાજ્યમાં 1 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની હતી, પરંતુ ચૂંટણી પંચે તહેવારો અને રજાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી મોકૂફ રાખી હતી. અગાઉ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણીના પરિણામો 4 ઓક્ટોબરે જાહેર થવાના હતા, પરંતુ હવે તે 8 ઓક્ટોબરે જાહેર થશે.