હાઈલાઈટ્સ
- ડોનાલ્ડ ટ્રમ્પ પર ફરી ગોળીબાર થયો
- ફ્લોરિડાના ગોલ્ફ ક્લબમાં થયુ ફાયરિંગ
- ઘટના બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમર્થકોને એક સંદેશમાં કહ્યું કે હું સુરક્ષિત છું
આ ઘટના બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમર્થકોને એક સંદેશમાં કહ્યું કે હું સુરક્ષિત છું. મેં નજીકમાં ગોળીઓનો અવાજ સાંભળ્યો. પરંતુ કોઈપણ પ્રકારની અફવા ફેલાવતા પહેલા હું તમને જણાવવા માંગુ છું કે હું ઠીક છું અને સુરક્ષિત છું.
અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર ફરી એકવાર હુમલો થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારે ફ્લોરિડાના વેસ્ટ પામ બીચ ખાતેના તેમના ગોલ્ફ કોર્સમાં ગોલ્ફ રમી રહ્યા હતા ત્યારે ત્યાંથી ગોળીબાર સંભળાયો. FBIએ આરોપીની ધરપકડ કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી માહિતી આપતી વખતે કહેવામાં આવ્યું હતું કે તેઓ સુરક્ષિત અને સ્વસ્થ છે. આ ઘટના અંગે FBIનું નિવેદન પણ સામે આવ્યું છે. સીક્રેટ સર્વિસે પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
આ ઘટના બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમર્થકોને એક સંદેશમાં કહ્યું કે હું સુરક્ષિત છું. મેં નજીકમાં ગોળીઓનો અવાજ સાંભળ્યો. પરંતુ કોઈપણ પ્રકારની અફવા ફેલાવતા પહેલા હું તમને જણાવવા માંગુ છું કે હું ઠીક છું અને સુરક્ષિત છું. તેણે વધુમાં કહ્યું કે હું ક્યારેય આત્મસમર્પણ નહીં કરું અને મને પ્રચાર કરતા કોઈ રોકી શકશે નહીં.
જ્યારે આ ઘટના બની ત્યારે ટ્રમ્પ ગોલ્ફ કોર્સ પર ગોલ્ફ રમી રહ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ સિક્રેટ સર્વિસ એજન્ટ્સ તેને તરત જ ક્લબના હોલ્ડિંગ રૂમમાં લઈ ગયા. હુમલાખોર વાસ્તવમાં ટ્રમ્પથી 275 થી 450 મીટરના અંતરે હતો. ફ્લોરિડામાં પામ બીચ કાઉન્ટી શેરિફ ઓફિસના પ્રવક્તાના જણાવ્યા અનુસાર ગોળીબારમાં કોઈને ઈજા થઈ નથી.
રાષ્ટ્રપતિ બિડેને આ ઘટના પર કહ્યું કે મને રાહત છે કે પૂર્વ રાષ્ટ્રપતિ સુરક્ષિત છે. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. એક શકમંદ કસ્ટડીમાં છે. અમારી સિક્રેટ સર્વિસ પાસે ટ્રમ્પની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દરેક સંસાધન અને ક્ષમતા છે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે 13 જુલાઈના રોજ અમેરિકન રાજ્ય પેન્સિલવેનિયાના બટલર શહેરમાં એક ચૂંટણી રેલી દરમિયાન ટ્રમ્પ પર ફાયરિંગ થયું હતું, જેમાં એક ગોળી તેમના કાનમાંથી નીકળી ગઈ હતી.