હાઈલાઈટ્સ
- આતિશી હશે દિલ્હીના નવા મુખ્યમંત્રી
- AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
- અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને મુખ્યમંત્રી બનવામાં રસ નથી : સૌરભ ભારદ્વાજ
આમ આદમી પાર્ટીની ધારાસભ્ય દળની બેઠકમાં બધાએ આતિશીને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને મુખ્યમંત્રી બનવામાં રસ નથી.
આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી હશે. આમ આદમી પાર્ટીની ધારાસભ્ય દળની બેઠકમાં બધાએ આતિશીને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને મુખ્યમંત્રી બનવામાં રસ નથી. અરવિંદ કેજરીવાલ આજે સાંજે 4:30 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને મળશે અને તેમને પોતાનું રાજીનામું સોંપશે. જે બાદ નવા સીએમનું નામ લેફ્ટનન્ટ ગવર્નરને જણાવવામાં આવશે.
આતિશીને અરવિંદ કેજરીવાલના મુખ્ય સહયોગી અને વિશ્વાસુ માનવામાં આવે છે. કેજરીવાલ જેલમાં ગયા પછી આતિશીએ પાર્ટી અને સરકારમાં નેતૃત્વ સંભાળ્યું. હાલમાં, તેમની પાસે શિક્ષણ, PWD સહિત મોટાભાગના મંત્રાલયોની જવાબદારી છે.
Delhi CM Arvind Kejriwal proposes the name of Delhi Minister Atishi as the new Chief Minister. She has been elected as the leader of Delhi AAP Legislative Party: AAP Sources pic.twitter.com/65VPmPpA39
— ANI (@ANI) September 17, 2024
જણાવી દઈએ કે આતિશી કાલકાજીના ધારાસભ્ય છે અને દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી બનવા જઈ રહી છે. મંગળવારે સવારથી AAP કન્વીનર કેજરીવાલના સિવિલ લાઇન્સના નિવાસસ્થાને ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં આતિષીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આતિશી પંજાબી રાજપૂત પરિવારની છે અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ છે.
આતિશી 2020ની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને 2023માં પ્રથમ વખત કેજરીવાલ સરકારમાં મંત્રી બન્યા હતા. હવે માત્ર એક વર્ષ બાદ 2024માં તે મુખ્યમંત્રી બનવા જઈ રહી છે. વર્ષ 2019 માં, તેણીએ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર સામે 4.77 લાખ મતોથી હારી હતી અને ત્રીજા સ્થાને હતી.