હાઈલાઈટ્સ
- iPhone-16નું વેચાણ શરૂ
- દિલ્હી અને મુંબઈના સ્ટોર્સ પર લોકોની લાંબી કતારો
- નવી દિલ્હી અને મુંબઈ બંનેમાં એપલના સત્તાવાર સ્ટોર્સ સવારે 8 વાગ્યે ખુલ્યા હતા
- ભારતમાં આજથી iPhone-16 સિરીઝના મોબાઈલ ફોનનું વેચાણ શરૂ થઈ ગયું છે
નવી દિલ્હી અને મુંબઈ બંનેમાં એપલના સત્તાવાર સ્ટોર્સ સવારે 8 વાગ્યે ખુલ્યા હતા. લોકો iPhone 16 ખરીદવા માટે નવી દિલ્હીના સાકેતમાં સિલેક્ટ સિટી વોકમાં લાંબી કતારમાં ઉભા જોવા મળ્યા હતા.
ભારતમાં આજથી iPhone-16 સિરીઝના મોબાઈલ ફોનનું વેચાણ શરૂ થઈ ગયું છે. નવી દિલ્હી અને મુંબઈ બંનેમાં એપલના સત્તાવાર સ્ટોર્સ સવારે 8 વાગ્યે ખુલ્યા હતા. લોકો iPhone 16 ખરીદવા માટે નવી દિલ્હીના સાકેતમાં સિલેક્ટ સિટી વોકમાં લાંબી કતારમાં ઉભા જોવા મળ્યા હતા. એપલ સ્ટોર્સ સવારે 11 વાગ્યે ખુલે છે. પરંતુ, નવા Apple ફોન ખરીદવા માટે બંને સ્ટોરની બહાર લોકોની લાંબી લાઈનો છે.
કંપનીએ 9 સપ્ટેમ્બરે વર્ષની તેની સૌથી મોટી ઈવેન્ટ ‘ઈટ્સ ગ્લોટાઇમ’માં AI ફીચર્સ સાથે iPhone-16 સિરીઝ લોન્ચ કરી હતી. જેમાં iPhone-16, iPhone-16 Plus, iPhone-16 Pro અને iPhone-16 Pro Maxનો સમાવેશ થાય છે. એપલે 13 સપ્ટેમ્બરથી તેમનું બુકિંગ શરૂ કરી દીધું છે. તેના ગ્રાહકો ફોનને તેની સત્તાવાર વેબસાઇટ અને ઈ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ અને એમેઝોન પરથી બુક કરાવી શકે છે.
ભારતમાં iPhone-16ની શરૂઆતની કિંમત 79,900 રૂપિયા છે, જ્યારે Pro Maxની કિંમત 1,44,900 રૂપિયા છે. અમેરિકામાં, સમાન iPhone-16 મોડલ $799 (રૂ. 67,100) અને Pro Max $1199 (રૂ. 1,00,692)માં ઉપલબ્ધ છે. જોકે, iPhone-16 સિરીઝના મોડલ પણ ભારતમાં એસેમ્બલ કરવામાં આવી રહ્યા છે. પરંતુ, પ્રો મેક્સ મોડલ અમેરિકાની સરખામણીએ ભારતમાં લગભગ 44 હજાર રૂપિયા મોંઘું છે અને iPhone-16 મોડલ લગભગ 13 હજાર રૂપિયા મોંઘું છે.