હાઈલાઈટ્સ
- જમ્મુ કાશ્મીરમાં આજે બીજા તબક્કાનું મતદાન ચાલુ
- 6 જિલ્લામાં 26 બેઠકો પર મતદાન શરુ
- 3 જિલ્લા જમ્મુ વિભાગમાં છે અને 3 જિલ્લા ખીણમાં સામેલ છે
- રાજ્યના 25 લાખ મતદારો 239 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે
રાજ્યના 6 જિલ્લાની 26 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં 3 જિલ્લા જમ્મુ વિભાગમાં છે અને 3 જિલ્લા ખીણમાં સામેલ છે. જણાવી દઈએ કે રાજ્યના 25 લાખ મતદારો 239 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરી રહ્યા છે.
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. રાજ્યના 6 જિલ્લાની 26 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં 3 જિલ્લા જમ્મુ વિભાગમાં છે અને 3 જિલ્લા ખીણમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે રાજ્યના 25 લાખ મતદારો 239 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરી રહ્યા છે. ચૂંટણી પંચે આ વિસ્તારોમાં 3,502 મતદાન મથકો સ્થાપ્યા છે. જેમાં 1,056 શહેરી મતદાન મથકો અને 2,446 ગ્રામીણ મતદાન મથકો છે. સાથે જ લોકશાહીના આ મહાપર્વમાં મતદારો પણ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. સવારથી જ લોકો મતદાન કરવા લાઈનોમાં ઉભા છે.
#WATCH | Budgam, J&K | People queue up outside a polling booth in Nagam, for the second phase of assembly elections in the UT.
Voting will be held in 26 constituencies across six districts of the UT today. pic.twitter.com/EoMESRScan
— ANI (@ANI) September 25, 2024
પીએમ મોદીએ લોકોને વોટ કરવાની અપીલ કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના લોકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વધુમાં વધુ સંખ્યામાં વોટ આપવા અપીલ કરી હતી. પીએમએ લખ્યું, “જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે આજે બીજા તબક્કાનું મતદાન છે. હું તમામ મતદારોને અપીલ કરું છું કે તેઓ પોતાનો મત આપે અને લોકશાહીને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે. આ અવસર પર, હું તમામ યુવાનો અને તે મિત્રોને અભિનંદન આપું છું જેઓ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે.”
Prime Minister Narendra Modi tweets, "Today is the second phase of voting for the assembly elections in Jammu and Kashmir. I appeal to all voters to cast their vote and play their important role in strengthening democracy. On this occasion, I congratulate all the young friends… pic.twitter.com/zdr03sCFgL
— ANI (@ANI) September 25, 2024
આ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે
જ્યાં મતદાન થઈ રહ્યું છે તેમાં કંગન (ST), ગાંદરબલ, હઝરતબાલ, ખાનયાર, હબ્બકાદલ, લાલ ચોક, ચન્નાપોરા, જડીબલ, ઈદગાહ, સેન્ટ્રલ શાલટેંગ, બડગામ, બીરવાહ, ખાનસાહિબ, ચરાર-એ-શરીફ, ચદૂરા, ગુલાબગઢ (ST)નો સમાવેશ થાય છે. ), રિયાસી, શ્રી માતા વૈષ્ણો દેવી, કાલાકોટ – સુંદરબની, નૌશેરા, રાજૌરી (ST), બુધલ (ST), થન્નામંડી (ST), સુરનકોટ (ST), પૂંચ હવેલી અને મેંધર (ST).
આ દિગ્ગજોના ભાવિનો નિર્ણય થશે
બીજા તબક્કાના અગ્રણી ઉમેદવારોમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા, JKPCC પ્રમુખ તારિક હમીદ કારા અને BJP જમ્મુ અને કાશ્મીરના વડા રવિન્દ્ર રૈનાનો સમાવેશ થાય છે.
#WATCH | Katra, J&K | People queue up at a polling station in Shri Mata Vaishno Devi assembly constituency of Katra to vote in the second phase of Assebly elections today.
Eligible voters in 26 constituencies across six districts of the UT are exercising their franchise today. pic.twitter.com/eLzwmfmfqU
— ANI (@ANI) September 25, 2024
તમામ જિલ્લામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
જમ્મુ-કાશ્મીરના તમામ છ જિલ્લામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથકો પર સુરક્ષા દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. દરેક ખૂણે-ખૂણે સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. હકીકતમાં, છમાંથી ત્રણ જિલ્લા, રિયાસી, રાજૌરી અને પુંછમાં છેલ્લા ત્રણ વર્ષથી સતત આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે.