હાઈલાઈટ્સ
- હરિયાણામાં ચૂંટણીને હવે માત્ર એક સપ્તાહ બાકી
- રાજકીય નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે
- હરિયાણામાં આજે અમિત શાહ કરશે પ્રચાર
- પ્રચાર દરમિયાન ત્રણ જનસભાને સંબોધશે
- અમિત શાહ આજે હરિણામાં ત્રણ વિધાનસભા ક્ષેત્રોમાં પ્રચાર કરશે
- બપોરે 12 વાગ્યે રેવાડીના સેક્ટર-3માં ભાજપની ચૂંટણી રેલીને સંબોધિત કરશે
- મુલાના વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર માટે પહોંચશે
- બપોરે 2.30 કલાકે બરારા અનાજ બજારમાં જાહેર સભાને સંબોધશે
- સાંજે પોણા ચાર વાગે મતદારોને મળશે
- ભાજપે પોતાના એક્સ હેન્ડલમાં અમિત શાહનો આજનો કાર્યક્રમ શેર કર્યો
- ભાજપ અહીં હેટ્રિક ફટકારવા માટે તલપાપડ જણાય છે
- ભાજપના સ્ટાર પ્રચારકો હરિયાણા જીતવા માટે જોરદાર રેલીઓ કરી રહ્યા છે
ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે હરિયાણામાં જનસભાને સંબોધશે. તેઓ ત્રણ વિધાનસભા ક્ષેત્રોમાં પ્રચાર કરશે.
Haryana Assembly Election 2024: હરિયાણામાં ચૂંટણીને હવે માત્ર એક સપ્તાહ બાકી છે. આવી સ્થિતિમાં રાજકીય નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. સત્તાધારી ભાજપ અહીં હેટ્રિક ફટકારવા માટે તલપાપડ જણાય છે. ભાજપના સ્ટાર પ્રચારકો હરિયાણા જીતવા માટે જોરદાર રેલીઓ કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે હરિયાણામાં જનસભાને સંબોધશે. તેઓ ત્રણ વિધાનસભા ક્ષેત્રોમાં પ્રચાર કરશે. ભાજપે પોતાના એક્સ હેન્ડલમાં અમિત શાહનો આજનો કાર્યક્રમ શેર કર્યો છે.
केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah की 27 सितंबर, 2024 को हरियाणा में जनसभाएं।
लाइव देखें :
📺https://t.co/OaPd6HRrq3
📺https://t.co/vpP0MIos7C
📺https://t.co/lcXkSnOnsV
📺https://t.co/4XQ2GzrhRl pic.twitter.com/nh4M42qqIW— BJP (@BJP4India) September 26, 2024
બીજેપી અનુસાર, સ્ટાર પ્રચારક શાહ આજે રેવાડી વિધાનસભા મતવિસ્તારથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. તેઓ બપોરે 12 વાગ્યે રેવાડીના સેક્ટર-3માં ભાજપની ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આ પછી બીજેપી નેતા શાહ મુલાના વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર માટે પહોંચશે. તેઓ બપોરે 2.30 કલાકે બરારા અનાજ બજારમાં જાહેર સભાને સંબોધશે. શાહ અહીંથી લાડવા પહોંચશે. અહીં તેઓ સાંજે પોણા ચાર વાગે મતદારોને મળશે. અહીં તેમની રેલી કુરુક્ષેત્ર મેદાનમાં યોજાશે.
તમને જણાવી દઈએ કે હરિયાણાની તમામ 90 સીટો પર 5 ઓક્ટોબરે મતદાન થશે અને પરિણામ 8 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.