હાઈલાઈટ્સ
- રિયાસી આતંકી હુમલા કેસમાં NIAની કાર્યવાહી
- NIA એ કાર્યવાહી કરતા સાત સ્થળો પર દરોડા પાડ્યા
- 9 જૂનના રોજ આતંકવાદીઓએ એક બસ પર ગોળીબાર કર્યો હતો
- ગોળી બારમાં જમ્મુ-કાશ્મીરની બહારના સાત શ્રદ્ધાળુઓ સહિત 9 લોકો માર્યા ગયા હતા અને 41 ઘાયલ થયા હતા
- આજે સવારે રાજૌરી અને રિયાસી જિલ્લામાં સાત સ્થળોએ દરોડા પાડ્યા છે
- દરેક જગ્યાએ શોધખોળ કરવામાં આવી રહી છે
- 17 જૂને ગૃહ મંત્રાલયે આતંકી હુમલાનો મામલો NIAને સોંપ્યો હતો
જણાવી દઈએ કે, 9 જૂનના રોજ આતંકવાદીઓએ એક બસ પર ગોળીબાર કરતાં જમ્મુ-કાશ્મીરની બહારના સાત શ્રદ્ધાળુઓ સહિત 9 લોકો માર્યા ગયા હતા અને 41 ઘાયલ થયા હતા.
Reasi Terror Attack: શિવ ઘોડી મંદિરથી પરત ફરી રહેલા તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર જૂન મહિનામાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાની તપાસના સંદર્ભમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ આજે સવારે રાજૌરી અને રિયાસી જિલ્લામાં સાત સ્થળોએ દરોડા પાડ્યા છે. દરેક જગ્યાએ શોધખોળ કરવામાં આવી રહી છે.
જણાવી દઈએ કે 9 જૂનના રોજ આતંકવાદીઓએ એક બસ પર ગોળીબાર કરતાં જમ્મુ-કાશ્મીરની બહારના સાત શ્રદ્ધાળુઓ સહિત 9 લોકો માર્યા ગયા હતા અને 41 ઘાયલ થયા હતા. શિવ ઘોડી મંદિરથી કટરા જતી બસ રિયાસીના પૌની વિસ્તારના ત્રયથ ગામ પાસે ગોળીબારની આડમાં રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં પડી હતી. મૃત્યુ પામનારાઓમાં રાજસ્થાનનો એક બે વર્ષનો બાળક અને ઉત્તર પ્રદેશનો 14 વર્ષનો છોકરો પણ સામેલ છે.
17 જૂને ગૃહ મંત્રાલયે આતંકી હુમલાનો મામલો NIAને સોંપ્યો હતો. આ કેસમાં અત્યાર સુધી રાજૌરીના હકમ ખાનની ધરપકડ કરવામાં આવી છે. એવો આરોપ છે કે હકમે આતંકવાદીઓને ખોરાક, આશ્રય અને લોજિસ્ટિક્સ પૂરા પાડ્યા હતા અને હુમલા પહેલા વિસ્તારની શોધખોળ કરવામાં આતંકવાદીઓને મદદ કરી હતી. 30 જૂનના રોજ NIAએ રાજૌરીમાં આતંકવાદીઓ અને તેમના ઓવરગ્રાઉન્ડ વર્કર સાથે જોડાયેલા પાંચ સ્થળોની તપાસ કરી હતી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.