હાઈલાઈટ્સ
- કુલગામમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા
- અથડામણમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા
- ત્રણ સુરક્ષાકર્મીઓ અને એક પોલીસકર્મીને નાની-મોટી ઈજાઓ થઈ
- ઈજાગ્રસ્ત સુરક્ષાકર્મીઓ અને એક પોલીસકર્મીનેનજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા
આ અથડામણમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ દરમિયાન ત્રણ સુરક્ષાકર્મીઓ અને એક પોલીસકર્મીને નાની-મોટી ઈજાઓ થઈ હતી, ત્યારબાદ તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જિલ્લાના અડીગામ દેવસર ગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ દરમિયાન ત્રણ સુરક્ષાકર્મીઓ અને એક પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હજુ થઈ નથી. સમાચાર લખાય છે ત્યાં સુધી એન્કાઉન્ટર ચાલુ હતું.
મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોને શુક્રવારે મોડી રાત્રે અડીગામ વિસ્તારમાં આતંકવાદીઓની ગતિવિધિઓની માહિતી મળી હતી. આ પછી સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચ્યા અને આતંકીઓને ઘેરી લીધા. આના પર આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.
આ અથડામણમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ દરમિયાન ત્રણ સુરક્ષાકર્મીઓ અને એક પોલીસકર્મીને નાની-મોટી ઈજાઓ થઈ હતી, ત્યારબાદ તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘાયલ જવાનોની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ બે અજાણ્યા આતંકવાદીઓને ઠાર કર્યા છે.