હાઈલાઈટ્સ
- અમદાવાદમાં અનુપમ ખેરના ફોટાવાળી નકલી નોટોથી છેટરપીંડી
- ચલણી નોટ પર ગાંધીજીને બદલે અભિનેતા અનુપમ ખેરનો ફોટો
- સોનાના સોદામાં બુલિયન સાથે છેતરપિંડી કરી
- નકલી નોટોથી 2100 ગ્રામ સોનું ખરીદ્યુ
- છેતરપીંડીની ફરિયાદ નોંધાતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરુ
અમદાવાદમાં અજીબો ગજીબ કિસ્સો સામે આવ્યો છે. સોનાના વેપારીને ગઢીયાઓએ 1.60 કરોડની નકલી નોટો ભટકારીને સોનાની ખરીદી કરી છે. નવાઈની વાત તો એ છે કે ભારતીય ચલણી નોટો પર ગાંધીજીને બદલે અનુપમ ખેરની તસવીર હતી. છેતરપીંડીની ફરિયાદ નોંધાતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તપાસ શરુ કરી છે
ગુજરાતના અમદાવાદમાં નકલી નોટોથી અસલી સોનું ખરીદીને છેતરપીંડી કરી હોવાની ઘટના પ્રકાશનમાં આવી છે. એક મોટા બુલિયન વેપારી સાથે 2100 ગ્રામ સોનાનો સોદો કરીને નકલી નોટો પધરાવી દીધી હતી. સમગ્ર ઘટનામાં ચર્ચાની વાત એ છે કે, આ નકલી નોટ પર ગાંધીજીની જગ્યાએ અભિનેતા અનુપમ ખેરની તસવીર હતી.
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ છેતરપિંડી કરનારાઓએ નકલી ચલણી નોટો પધરાવીને વાસ્તવિક સોનું ખરીદીને બુલિયન વેપારી સાથે છેતરપિંડી કરીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર છેતરપિંડી 1.60 કરોડ રૂપિયાની કરવામાં આવી હતી. છેતરપીંડી કરનારાઓ સોનાના બિસ્કિટના બદલામાં વેપારીને ચિલ્ડ્રન્સ બેંકની નોટો પધરાવીને ફરાર થઈ ગયા હતા. અમદાવાદના માણેક ચોક ખાતે બે વેપારીઓ વચ્ચે 2100 ગ્રામ સોનું પહોંચાડવાનું હતું.
સીજી રોડ પર આવેલી આંગડિયા પેઢીમાં સોનું પહોંચાડવાનું અને રોકડ લેવાનું કહેવામાં આવ્યુ હતુ. ત્રણ આરોપીઓ આંગડિયા પેઢી પાસે નોટ ગણવાનું મશીન અને નોટો લઈને ઉભા હતા. આરોપીઓએ સોનાની ડિલિવરી વખતે વેપારીના કર્મચારીઓને રૂ. 1.30 કરોડની ચિલ્ડ્રન નોટો આપી હતી. બાકીના 30 લાખ રૂપિયા ગણીને બાજુની ઓફિસમાંથી લઈ આવ તેમ કહી આરોપી ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ વેપારીને થતાં તેણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સોનું ખરીદવા માટે 500- 500 ની નકલી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બેંકોમાં જે રીતે કરન્સી બંડલ આપવામાં આવે છેસએ જ રીતે તેમણે નકલી ચલણી નોટાના બંડલ આપ્યા હતા . આ ચલણી નોટોમાં બેંકના નામ સાથે પણ ચેડા કર્યા હતા. આ કાર્ડની સીલ પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના બદલે Start Bank of India લખેલું હતું. આ સમગ્ર મામલે માણેક ચોકના વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અમદાવાદ પોલીસે નકલી નોટો સંબંધિત આ મામલાની નોંધ લીધી છે. પોલીસને શંકા છે કે ફ્રોડ ગેંગ રાજસ્થાનની હોઈ શકે છે. આ નકલી નોટો પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના બદલે રિસોલ બેંક ઓફ ઈન્ડિયા લખેલું છે.
View this post on Instagram
અનુપમ ખેરે આ અંગે પ્રતિક્રીયા આપી કે, ગાંધીજીની જગ્યાએ મારું ચિત્ર કંઈપણ હોઈ શકે. આ સાથે અનુપમ ખેરે આશ્ચર્યજનક ઈમોજીસ મૂક્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ શરૂ કરી છે.