હાઈલાઈટ્સ
- તહેવારો પહેલા ઝટકો, LPG સિલિન્ડર થયો મોંઘો
- નવી દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 48.50 રૂપિયાનો વધારો
- નવી દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1740 રૂપિયા થઈ
- ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, નવી દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 48.50 રૂપિયા વધીને 1740 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 1691.50 રૂપિયામાં મળતી હતી.
તહેવારોની શરૂઆત પહેલા જ જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓ (OMCs)એ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 48.50નો વધારો કર્યો છે. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવા દરો આજ (મંગળવાર)થી લાગુ થઈ ગયા છે.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, નવી દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 48.50 રૂપિયા વધીને 1740 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 1691.50 રૂપિયામાં મળતી હતી. કોલકાતામાં તેની કિંમત 48 રૂપિયા વધીને 1850.50 રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉ 1802.50 રૂપિયામાં મળતી હતી. મુંબઈમાં, તે 48.50 રૂપિયાના વધારા સાથે 1692.50 રૂપિયામાં ઉપલબ્ધ છે, જેની અગાઉ કિંમત 1644 રૂપિયા હતી. આ સિવાય ચેન્નાઈમાં આ સિલિન્ડર 1903 રૂપિયામાં ઉપલબ્ધ છે, જે પહેલા 1855 રૂપિયામાં મળતું હતું.
જણાવી દઈએ કે, સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ IOC, HPCL અને BPCLએ 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. તે દિલ્હીમાં 803 રૂપિયા અને મુંબઈમાં 802.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.