હાઈલાઈટ્સ
- ઈન્ટાગ્રામ સર્વર થયુ ડાઉન
- ઈન્સ્ટાગ્રામ સેવાઓ ઠપ્પ
- ઈન્સ્ટાગ્રામ યુઝર્સ પરેશા
લગભગ 1 હજાર યુઝર્સે ડાઉનડિટેક્ટર પર ઇન્સ્ટાગ્રામ ચલાવવામાં સમસ્યાની જાણ કરી અને થોડીવારમાં આ સંખ્યા 2 હજાર સુધી પહોંચી ગઈ.
મંગળવારે ઈન્સ્ટાગ્રામ સેવાઓ અચાનક બંધ થઈ ગઈ હતી. આ પછી યુઝર્સ તેનો ઉપયોગ કરી શકતા નથી. સોશિયલ મીડિયા અને વેબસાઈટ વગેરેને ટ્રૅક કરતી વેબસાઈટ ડાઉનડિટેક્ટર પર ઘણા લોકોએ જાણ કરી હતી કે આઉટેજ આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ શરૂ થયો હતો.
લગભગ 1 હજાર વપરાશકર્તાઓએ ડાઉનડિટેક્ટર પર ઇન્સ્ટાગ્રામ ચલાવવામાં સમસ્યાની જાણ કરી અને થોડીવારમાં આ સંખ્યા 2 હજાર સુધી પહોંચી ગઈ. લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર Instagramની સેવાઓને લગતી પોસ્ટ્સ શેર કરી. ઇન્સ્ટાગ્રામ એક લોકપ્રિય પ્લેટફોર્મ છે. ઘણા યુઝર્સ આના પર ફોટો અને વીડિયો વગેરે શેર કરે છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ પણ આ પ્લેટફોર્મ પર ખૂબ લોકપ્રિય છે.