હાઈલાઈટ્સ
- ગૃહમંત્રી અમિત શાહ આજે IPS પ્રોબેશનર્સ સાથે વાત કરશે
- 76 RR (2023 બેચ)ના IPS પ્રોબેશનર્સ સાથે વાતચીત કરશે
- તાલીમાર્થી અધિકારીઓ તેમના તાલીમના અનુભવો કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે શેર કરશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અહીં 76 RR (2023 બેચ)ના ભારતીય પોલીસ સેવા (IPS) પ્રોબેશનર્સ સાથે વાતચીત કરશે. આ દરમિયાન તાલીમાર્થી અધિકારીઓ તેમના તાલીમના અનુભવો કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે શેર કરશે.
Union Home Minister and Minister of Cooperation Shri @AmitShah will interact with Indian Police Service (IPS) Officer Trainees of 76 RR (2023 Batch), tomorrow at 2:30 PM. pic.twitter.com/S0fmKvgrVu
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) October 14, 2024
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને પૂર્ણ કરવામાં યુવા પોલીસ અધિકારીઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. બેઠક દરમિયાન તાલીમાર્થી અધિકારીઓ દેશની આંતરિક સુરક્ષાને લગતા પડકારોનો સામનો કરવા ગૃહમંત્રી પાસેથી માર્ગદર્શન પણ મેળવશે. ભારતીય પોલીસ સેવાની 2023 બેચમાં 54 મહિલા અધિકારીઓ સહિત કુલ 188 તાલીમાર્થી અધિકારીઓએ મૂળભૂત અભ્યાસક્રમ તાલીમ તબક્કો-1 પૂર્ણ કર્યો છે. દિલ્હીમાં વિવિધ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઈઝેશન્સ (CPOs) સાથે બે અઠવાડિયાની તાલીમ પછી, IPS તાલીમાર્થી અધિકારીઓ તેમના સંબંધિત કેડરમાં 29 અઠવાડિયાની જિલ્લા પ્રાયોગિક તાલીમમાંથી પસાર થશે.