હાઈલાઈટ્સ
- અમિત શાહે અનેક ઓપરેશન્સ હેઠળ રૂ. 13 હજાર કરોડના ડ્રગ્સ જપ્ત કરવા બદલ દિલ્હી પોલીસને અભિનંદન આપ્યા
- ડ્રગ્સ અને નાર્કો વ્યાપાર સામેની ઝુંબેશ કોઈપણ પ્રકારની શિથિલતા વિના ચાલુ રહેશે
અમિત શાહે કહ્યું હતું કે ડ્રગ્સ અને નાર્કો વ્યાપાર સામેની ઝુંબેશ કોઈપણ પ્રકારની શિથિલતા વિના ચાલુ રહેશે. શાહે અનેક ઓપરેશન્સ હેઠળ રૂ. 13 હજાર કરોડના ડ્રગ્સ જપ્ત કરવા બદલ દિલ્હી પોલીસને અભિનંદન આપ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર આપણી યુવા પેઢીને ડ્રગ્સના દૂષણથી બચાવીને નશા મુક્ત ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે.
એક્સ પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં અમિત શાહે કહ્યું કે ડ્રગ્સ અને નાર્કો વેપાર સામેની ઝુંબેશ કોઈપણ પ્રકારની ઢીલ વગર ચાલુ રહેશે. શાહે અનેક ઓપરેશન્સ હેઠળ રૂ. 13 હજાર કરોડના ડ્રગ્સ જપ્ત કરવા બદલ દિલ્હી પોલીસને અભિનંદન આપ્યા હતા. જેમાં ગુજરાત પોલીસ સાથે મળીને 5 હજાર કરોડ રૂપિયાના કોકેઈનની રિકવરીનો પણ સમાવેશ થાય છે. ડ્રગના વેપાર પરના તાજેતરના ક્રેકડાઉનના ભાગ રૂપે, દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સ્પેશિયલ સેલે 13 ઓક્ટોબરના રોજ ગુજરાતના અંકલેશ્વરમાં એક કંપની પર દરોડો પાડ્યો હતો અને 518 કિલો કોકેઈન જપ્ત કરી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 5 હજાર કરોડ રૂપિયા છે.
I congratulate Delhi Police for the series of successful operations seizing drugs worth ₹13,000 crore, including the recent one with Gujarat Police recovering cocaine worth ₹5,000 crore.
The hunt against drugs & narco trade will continue with no laxity.
The Modi government… https://t.co/87YtC9Tyin
— Amit Shah (@AmitShah) October 14, 2024
આ પહેલા 1 ઓક્ટોબરના રોજ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં એક વેરહાઉસ પર દરોડો પાડ્યો હતો અને 562 કિલો કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક મારિજુઆનાનું કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું હતું. 10 ઓક્ટોબરના રોજ તપાસ દરમિયાન દિલ્હીના રમેશ નગરમાં એક દુકાનમાંથી લગભગ 208 કિલો વધારાનું કોકેન મળી આવ્યું હતું. પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે ઝડપાયેલ ડ્રગ ગુજરાતના અંકલેશ્વરથી આવ્યું હતું.
આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 1,289 કિલો કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક થાઈ ગાંજો, જેની કિંમત 13,000 કરોડ રૂપિયા છે, રિકવર કરવામાં આવી છે.