હાઈલાઈટ્સ
- હરિયાણામાં નાયબ સૈનીએ સરકાર બનાવવાનો કર્યો દાવો
- નાયબ સૈની અને તેમના મંત્રીઓ હવે 17 ઓક્ટોબરે પંચકુલામાં હોદ્દા અને ગુપ્તતાના શપથ લેશે
- શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પાર્ટીના અગ્રણી નેતાઓ પણ હાજર રહેશે
નાયબ સૈની અને તેમના મંત્રીઓ હવે 17 ઓક્ટોબરે પંચકુલામાં હોદ્દા અને ગુપ્તતાના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પાર્ટીના અગ્રણી નેતાઓ પણ હાજર રહેશે.
હરિયાણા બીજેપી વિધાયક દળના નેતા નાયબ સૈની બુધવારે બપોરે રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. રાજ્યપાલે નાયબ સૈનીને હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા આમંત્રણ આપ્યું છે. ગૃહમંત્રી અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની હાજરીમાં આજે નાયબ સૈનીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં, નાયબ સૈની રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયને મળ્યા અને હરિયાણામાં સરકાર બનાવવાનો દાવો કર્યો. સૈનીએ રાજ્યપાલને 48 ભાજપના ધારાસભ્યો અને ત્રણ અપક્ષ ધારાસભ્યોની સહીઓ ધરાવતો સમર્થન પત્ર સોંપ્યો. આ પછી રાજ્યપાલે નાયબ સૈનીનો દાવો સ્વીકારી લીધો અને તેમને ગુરુવારે શપથ લેવા આમંત્રણ આપ્યું. હવે જે ધારાસભ્યોને કેબિનેટ અને રાજ્ય મંત્રી બનાવવાના છે તેમના નામોની યાદી રાજ્યપાલને મોકલવામાં આવશે.