હાઈલાઈટ્સ
- દિવાળી પહેલા કેન્દ્ર સરકારની ખેડૂતોને ભેટ
- મસૂરની MSPમાં 275 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે
- 6425 રૂપિયાથી વધીને 6700 રૂપિયા થઈ ગયો છે
- રેપસીડ અને મસ્ટર્ડની એમએસપીમાં 140 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો
મસૂરની MSPમાં 275 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તે 6425 રૂપિયાથી વધીને 6700 રૂપિયા થઈ ગયો છે. રેપસીડ અને મસ્ટર્ડની એમએસપીમાં 140 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જે ગયા વર્ષની સરખામણીમાં 5800 રૂપિયાથી વધીને 5940 રૂપિયા થઈ ગયો છે.
કેન્દ્ર સરકારે રવિ માર્કેટિંગ સિઝન 2025-26 માટે તમામ આવશ્યક પાકો પર લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારાને મંજૂરી આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની આર્થિક બાબતોની સમિતિએ આજે એમએસપીમાં વધારાને મંજૂરી આપી હતી. કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિન વૈષ્ણવે જણાવ્યું હતું કે, ઉત્પાદકોને તેમની પેદાશોના લાભકારી ભાવો સુનિશ્ચિત કરવા માટે સરકારે MSPમાં વધારો કર્યો છે.
રેપસીડ અને મસ્ટર્ડમાં સૌથી વધુ 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો થયો છે. નિર્ણયો અનુસાર, ઘઉં પર MSP 150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને હવે તે ગયા વર્ષના 2,275 રૂપિયાથી વધીને આ વર્ષે 2,425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે. જવ પર એમએસપીમાં 130 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને તે 1850 રૂપિયાથી વધીને 1980 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે. ચણા પર એમએસપી 210 રૂપિયા વધારીને 5440 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને 5650 રૂપિયા થઈ ગઈ છે.
મસૂરની MSPમાં 275 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તે 6425 રૂપિયાથી વધીને 6700 રૂપિયા થઈ ગયો છે. રેપસીડ અને મસ્ટર્ડની એમએસપીમાં 140 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જે ગયા વર્ષની સરખામણીમાં 5800 રૂપિયાથી વધીને 5940 રૂપિયા થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે MSP એ લઘુત્તમ ટેકાના ભાવ છે જે સરકાર ખેડૂતોને તેમના પાક માટે સુનિશ્ચિત કરે છે.