હાઈલાઈટ્સ
- ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગલુરુમાં ચાલી રહી છે
- પ્રથમ ટેસ્ટના બીજા દિવસે લંચ સુધી ટીમ ઈન્ડિયાની છ વિકેટ પડી ગઈ છે
- રવિન્દ્ર જાડેજા શૂન્ય રને આઉટ થયો હતો
- ભારતે 23.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 34 રન બનાવી લીધા છે
- વરસાદ પહેલા ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો
આ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર જોવા મળ્યા હતા. ઈજાગ્રસ્ત શુભમન ગિલના સ્થાને સરફરાઝ ખાન ટીમમાં પરત ફર્યો હતો.
Ind Vs Nz 1st Test 2nd Day: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગલુરુમાં ચાલી રહેલી પ્રથમ ટેસ્ટના બીજા દિવસે લંચ સુધી ટીમ ઈન્ડિયાની છ વિકેટ પડી ગઈ છે. રવિન્દ્ર જાડેજા શૂન્ય રને આઉટ થયો હતો. મેટ હેનરીએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ભારતે 23.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 34 રન બનાવી લીધા છે. વરસાદ પહેલા ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ભારતની શરૂઆત ખરાબ રહી હતી.
કેપ્ટન રોહિત શર્મા માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. ટિમ સાઉથીએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. વિરાટ કોહલી અને સરફરાઝ ખાન શૂન્ય પર આઉટ થયા હતા. નોંધનીય છે કે ગઈકાલે મેચનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. ગઈકાલે વરસાદના કારણે ટોસ પણ થઈ શક્યો ન હતો.
આ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર જોવા મળ્યા હતા. ઇજાગ્રસ્ત શુભમન ગિલના સ્થાને સરફરાઝ ખાન ટીમમાં પરત ફર્યો હતો. આકાશદીપની જગ્યાએ કુલદીપની પસંદગી કરવામાં આવી છે. બેંગલુરુ ટેસ્ટ માટેની ભારતીય ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે.
બેંગલુરુ ટેસ્ટ માટે ન્યુઝીલેન્ડની ટીમની વાત કરીએ તો, ટોમ લાથમ (કેપ્ટન), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ બ્લંડેલ (વિકેટ કીપર), ગ્લેન ફિલિપ્સ, મેટ હેનરી, ટિમ સાઉથી, એજાઝ પટેલ છે વિલિયમ ઓ’રોર્કે. ભારતીય પ્રવાસ પર રહેલી ન્યુઝીલેન્ડ તેની પ્રથમ ટેસ્ટ બેંગલુરુમાં રમી રહી છે. આ ટેસ્ટ 16-20 ઓક્ટોબર સુધી છે. બીજી ટેસ્ટ પુણેમાં 24-28 ઓક્ટોબરે યોજાશે. શ્રેણીની અંતિમ અને ત્રીજી ટેસ્ટ 1 નવેમ્બરથી મુંબઈમાં શરૂ થશે.