હેડલાઈન :
- દેશ-વિદેશમાં હિન્દુ તહેવારો-મંદિરો નિશાના પર
- ક્યાંક ખાલિસ્તાનીઓ તો ક્યાંક વિધર્મિઓ દ્વારા હરકત
- કેનેડામાં ખાલિસ્તાનિઓનું વધુ એક કારસ્તાન
- ખાલિસ્તાનીઓનો હિન્દુ મંદિર પર હિચકારો હુમલો
- હિન્દુ સમુદાય સામે વિરોધ પ્રદર્શન સાથે લોકો પર હુમલો
- કેનેડાના બ્રામ્પટનમાં ખાલિસ્તાની કટ્ટ્રપંથીઓનો હુમલો
- પોલીસ મુક પ્રેક્ષક બની જોતી રહી હોવાનો સ્થામિકોનો આક્ષેપ
#WATCH || કેનેડામાં હિન્દુઓ પર હુમલો ખાલિસ્તાનીઓએ
મંદિરમાં ભક્તો સાથે કરી મારામારી… #TrudeausCanada #CanadianTerrorists #Khalistani #KhalistaniTerrorists pic.twitter.com/lRqybQSQyl— Gujarati Daily Times (@GujaratiDailyT) November 4, 2024
વિશ્વભરમાં ‘મિની પંજાબ’ તરીકે ઓળખાતા કેનેડામાં ફરી એકવાર હિન્દુઓની આસ્થા પર હુમલો થયો છે. આ વખતે કટ્ટરવાદી સમર્થકોએ બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરને નિશાન બનાવ્યું છે.
દેશ-વિદેશમાં હિન્દુ તહેવારો અને હિન્દુ મંદિરોને નિશાન બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.જેમાં ક્યારેક ખાલિસ્તાનીઓ તો ક્યારેક વિધર્મિઓ દ્વારા આ પ્રકારના કારસ્તાન વારંવાર સામે આવી રહ્યા છે.તેવામાં કેનાડામાં વધુ એક મંદિર પર ખાલિસ્તાનીઓ દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો છે.જેની સામે સ્થાનિક હિન્દુઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.પહેલા હિન્દુ સમુદાયના લોકો સામે પ્રદર્શન કરવામાં આવ્યુ અને ત્યારબાદ બેરીકેટ તોડી મંદિરને નિશાન બનાવ્યુ હતુ.તો હિન્દુઓ પર પણ હુમલો કર્યો હતો.
कनाडा में हिन्दू हो रहे एक!
"हम सबको अब एक होना ही पड़ेगा।"
हम किसी का विरोध नहीं करते, लेकिन कोई विरोध करेगा तो हम नहीं छोड़ेंगे।
हम किसी पर हमला नहीं करते, लेकिन हमपर कोई हमला करेगा तो हम छोड़ेंगे नहीं। pic.twitter.com/vkBvtodyjT
— Panchjanya (@epanchjanya) November 4, 2024
– શું છે સમગ્ર મામલો
આ સમગ્ર ઘટના પર નજર કરીએ તો રવિવારે કેનેડાના બ્રામ્પટનમાં ખાલિસ્તાની કટ્ટરપંથીઓ હિંદુ સમુદાયના લોકો સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.વિરોધ કરતાં તેઓ બેરિકેડ તોડીને મંદિરની અંદર ઘૂસી ગયા હતા અને ત્યાં હાજર હિન્દુ શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો હતો.મહત્વનું એ છે કે ઘટના સમયે પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી ન કરી અને મુકપ્રેક્ષક બની રહી હતી.આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
– કેનેડાના સાંસદે ચિંતા વ્યક્ત કરી
ખાલિસ્તાની કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ સભા મંદિર પર હુમલા બાદ ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્રશેખર આર્યએ માઇક્રો-બ્લોગિંગ સાઇટ X પર તેના વીડિયો પર ચિંતા વ્યક્ત કરી હતી.તેમણે કહ્યું કે બ્રામ્પટન હિન્દુ સભા મંદિર પર ખાલિસ્તાનીઓના હુમલાએ સ્પષ્ટ કરી દીધું છે કે આ કટ્ટરપંથીઓના મૂળ કેનેડામાં કેટલા ઊંડા છે.તેમણે એમ પણ કહ્યું કે હું લાંબા સમયથી આ વાત કહી રહ્યો છુંઅને ફરી એકવાર કહી રહ્યો છું કે હિન્દુ કેનેડિયનોએ પોતે જ તેમના સમુદાયની સુરક્ષા માટે લડવું પડશે. ત્યારે જ રાજકારણીઓની જવાબદારી નક્કી થઈ શકે છે.
તો વળી ટોરોન્ટોના સાંસદ કેવિન વુંગે પણ હુમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે કેનેડા આજે કટ્ટરપંથીઓ માટે સુરક્ષિત સ્થળ બની ગયું છે. કેનેડાના નેતાઓ હિન્દુઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયા છે, જેમ કે તેઓ ખ્રિસ્તી અને યહૂદી કેનેડિયનોનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયા છે
– જસ્ટિન ટુડોએ હુમલાની નિંદા કરી
મામલો ગંભીર બન્યા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હુમલાની આકરી નિંદા કરી છે.અધિકારીએ જાહેર કરેલા વીડિયોમાં હિન્દુ કેનેડિયન ફાઉન્ડેશન એક બિન-લાભકારી સંસ્થા છે. તે કેનેડામાં હિન્દુ સમુદાય માટે કામ કરે છે. સંગઠને ટ્વિટર પર કહ્યું કે અલગતાવાદી આતંકવાદીઓએ બાળકો અને મહિલાઓ પર હુમલો કર્યો.
– ભારતીય હાઈકમિશનનું નિવેદન
ઓટાવામાં ભારતીય હાઈ કમિશને આ ઘટના પર નિવેદન જાહેર કર્યું છે. હાઈ કમિશને કહ્યું કે બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિર અને કોન્સ્યુલર કેમ્પની બહાર ભારત વિરોધી તત્વો દ્વારા હિંસક વિક્ષેપ અત્યંત નિરાશાજનક છે. અમે ભારતીય નાગરિકો સહિત અરજદારોની સુરક્ષાને લઈને પણ ખૂબ જ ચિંતિત છીએ. કેનેડાના અગ્રણી વિપક્ષી નેતા પિયર પોઈલીવરે હિન્દુ સભા મંદિર પરના હુમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે કેનેડા હિંદુઓની સુરક્ષા કરવામાં સક્ષમ નથી.
SORCE : હિન્દુસ્થાન સમાચાર