હેડલાઈન :
- નૂતન વર્ષના પ્રારંભે જ શેર બજાર પટકાયુ
- મુખ્ય સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટિ ધરાશાયી
- પ્રારંભે જ સેન્સેક્સમાં1000 પોઈન્ટનું ગાબડુ પડ્યુ
- શરૂઆતના કામકાજમાં શેરબજારમાં વેચવાલીનું દબાણ
નવા વર્ષના ટ્રેડિંગના પ્રથમ દિવસે તેમજ સપ્તાહના પહેલા દિવસે જ શેર બજારમાં નિરસતા જોવા મળી હતી.જે રોકાણકારો માટે શુભ માની ન શકાય.
– નૂતન વર્ષનાં પ્રારંભેજ શેર બજાર ધડામ
નૂતન વર્ષના પ્રથમ ટ્રેડિંગના દિવસે શેર બજાર ખુલતાની સાથે જ ઉંધા માથે પટકાયુ હતુ.અને મુખ્ય સૂચકાંકમાં 1000 પોઈન્ટનો મોટો ઘટાડો થયો હતો.કારોબારની શરઆતમાં શેર બજાર દબાણ હેઠળ રહ્યુ.તે પછી સેન્સેક્સ અને નિફ્ટિમાં ઘટાડો જોવા મળ્યો હતો.જેમાં સેન્સેક્સ 79,713 પર ખુલ્યો જે 1100 પોઈન્ટ ઘટી 78,564 પર જોવા મળ્યો.તો વળી નિફ્ટિ 24,315 પોઈન્ટ પર ખુલ્યો જે ઘટી 23,924 પર ટ્રોડ કરતો જોવા મળ્યો હતો.
– શરૂઆતના કામકાજમાં વેચવાલીનું દબાણ
શરૂઆતના કામકાજમાં શેરબજારમાં વેચવાલીનું મજબૂત દબાણ,સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો
આજે શરૂઆતી કારોબાર દરમિયાન સ્થાનિક શેરબજારમાં જબરદસ્ત દબાણ જોવા મળી રહ્યું છે. આજે બજારમાં સપાટ સ્તરે મિશ્ર કારોબારની શરૂઆત થઈ. બજાર ખુલતાની સાથે જ જબરદસ્ત વેચાણ દબાણને કારણે શેરબજારમાં 1.35 ટકાથી વધુનો ઘટાડો થયો હતો.
આજે શરૂઆતી કારોબાર દરમિયાન સ્થાનિક શેરબજારમાં જબરદસ્ત દબાણ જોવા મળી રહ્યું છે. આજે બજારમાં સપાટ સ્તરે મિશ્ર કારોબારની શરૂઆત થઈ. બજાર ખુલતાની સાથે જ જબરદસ્ત વેચાણ દબાણને કારણે શેરબજારમાં 1.35 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. ટ્રેડિંગના પ્રથમ એક કલાક બાદ સેન્સેક્સ 1.35 ટકા અને નિફ્ટી 1.38 ટકાની નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.
– કયા કયા શેરોમાં દબાણ
ટ્રેડિંગના પ્રથમ એક કલાક પછી, શેરબજારના મોટા શેરોમાં, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સિપ્લા, ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીઝ, ટેક મહિન્દ્રા અને ઇન્ડસઇન્ડ બેંકના શેર 2.37 ટકાથી 0.41 ટકાની મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. બીજી તરફ બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, બીપીસીએલ, સન ફાર્માસ્યુટિકલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર 3.96 ટકાથી 2.70 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
વર્તમાન ટ્રેડિંગમાં શેરબજારમાં 2,466 શેરમાં સક્રિય ટ્રેડિંગ થયું હતું. તેમાંથી 430 શેર નફો કમાયા બાદ લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે 2,036 શેર ખોટ સહન કર્યા બાદ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. એ જ રીતે સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શૅર્સમાંથી 3 શૅર્સ ખરીદીના ટેકાથી લીલા નિશાનમાં રહ્યા હતા. બીજી તરફ વેચવાલીના દબાણને કારણે 27 શેર લાલ નિશાનમાં ટ્રેડ થયા હતા. જ્યારે નિફ્ટીમાં સમાવિષ્ટ 50 શેરોમાંથી 6 શેર લીલા નિશાનમાં અને 44 શેર લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
– વિવિધ ક્ષેત્રોમાં મંદીનો માહોલ
BSE સેન્સેક્સના ટોચના 30 શેરો પૈકી 25 શેરોમાં જંગી ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા,તો માત્રને માત્ર 4 શેરોમાં જ તેજી જોવા મળી રહી હતી.તો સેક્ટરની વાત કરીએ તો ખાસ કરીને મીડિયા સેક્ટરમાં 2.66 ટકા તો ઓઈલ અને ગેસ સેક્ટરમાં 2.47 ટકાનો ઘટાડો નોંધાયો આ ઉપરાંત ફાઈનાન્સ,ઓટો,બેંક વગેરે ક્ષેત્રમાં પણ ઘટાડો જોવા મળ્યો જેથી રોકાણકારોને ભારે નુકસાન વેઠવું પડ્યુ હતુ.
– કયા કયા શેર તૂટ્યા
આજે સપ્તાહના પ્રારંભે જ મહત્વના ગણાતા શેરો તૂટ્યા હતા.જેમાં RIL,ADANI PORT,TATA MOTORS જેવા શેરોમાં 3 ટકા જેટલો ધરખમ ઘટાડો જેવા મળ્યો હતો.તો એવી જ રીતે ઈન્ડિયન ઓઈલના શેરોમાં 5 ટકા,હિન્દુસ્તાન ઝીંકના શેરોમાં 4 ટકા,બજાજ ઓટોના શેરોમાં 4.30 ટકા,બ્લુ સ્ટારના શેરોમાં 5 ટકા,ચેન્નઈ પેટ્રો કોર્પમાં 5.49 ટકાનો ઘટાડો નોંધાયો હતો.જોકે,ખરીદદારોએ પણ સમયાંતરે ખરીદી કરવાનો પ્રયાસ કર્યો હતો.આમ છતાં આ ઇન્ડેક્સની મુવમેન્ટ સુધરી શકી નથી.માર્કેટમાં સતત વેચવાલીથી આ ઈન્ડેક્સનો ઘટાડો સતત વધતો રહ્યો,જેના કારણે થોડા જ સમયમાં આ ઈન્ડેક્સ વધુ ઘટીને 79 હજાર પોઈન્ટના સ્તરને તોડી ગયો.
BSE સેન્સેક્સના ટોચના 30 શેરો પૈકી 25 શેરોમાં જંગી ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા,તો માત્રને માત્ર 4 શેરોમાં જ તેજી જોવા મળી રહી હતી.તો સેક્ટરની વાત કરીએ તો ખાસ કરીને મીડિયા સેક્ટરમાં 2.66 ટકા તો ઓઈલ અને ગેસ સેક્ટરમાં 2.47 ટકાનો ઘટાડો નોંધાયો આ ઉપરાંત ફાઈનાન્સ,ઓટો,બેંક વગેરે ક્ષેત્રમાં પણ ઘટાડો જોવા મળ્યો જેથી રોકાણકારોને ભારે નુકસાન વેઠવું પડ્યુ હતુ.
આ પહેલા ગયા અઠવાડિયે શુક્રવારે મુહૂર્ત ટ્રેડિંગ બાદ સેન્સેક્સ 335.06 પોઈન્ટ અથવા 0.42 ટકાના વધારા સાથે 79,724.12 પોઈન્ટ પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટીએ 99 પોઈન્ટ અથવા 0.41 ટકાના વધારા સાથે 24,304.35 પોઈન્ટના સ્તરે વિશેષ મુહૂર્ત ટ્રેડિંગ સમાપ્ત કર્યું હતું.
SORCE : હિન્દુસ્તાન સમાચાર