હેડલાઈન :
- ઉત્તરાખંડના અલેમોડામાં ગમખ્વાર અકસ્માત
- મુસાફર ભરેલી બસ ઉંડી ખીણમા ખાબકી
- ગોઝારી ઘટનામાં 35 જેટલા મુસાફરોના મોત
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી સંવેદના
- CM પુષ્કરસિંબ ધામીએ દુ:ખ વ્યક્ત કર્યુ
- વહીવટીતંત્રની રાહત અને બચાવ કામગીરી
ઉત્તરાખંડમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી.જેમાં એક મુસાફર ભરેલી બસ ઉંડી ખીણમાં ખાબકતા બસમાં સવાર 35 જેટલા મુસાફરોના કરૂણ મોત નિપજ્યા હતા.આ ગોઝારી ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ: ખ વ્યક્ત કરી મૃતકોના સ્વજનો પ્રત્યે સંવેદના પાઠવી હતી.
અલ્મોડામાં દુઃખદ અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ ખાડામાં પડી, અત્યાર સુધીમાં 35 જેટલા મુસાફરોના મોત થયા તો કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.આ દુ:ખદ માર્ગ અકસ્માતના સમાચાર ઉત્તરાખંડના અલ્મોડાથી આવ્યા છે,જ્યાં રાનીખેત જઈ રહેલી બસને સોલ્ટ તહસીલના મર્ચુલાના કુપી ગામ પાસે અકસ્માત નડ્યો.અચાનક કાબૂ ગુમાવવાને કારણે બસ 100 મીટરથી વધુ ઉંડી ખીણમાં પડી હતી.માહિતી મળતાં પોલીસ અને વહીવટી તંત્રની બચાવ ટીમ સતત બચાવ કાર્ય હાથ ધર્યુ હતુ.અકસ્માતની માહિતી મળ્યા બાદ અલ્મોડાથી પોલીસ અને એમ્બ્યુલન્સ રવાના કરવામાં આવી હતી તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નજીકની સુશીલા તિવારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે અલ્મોડા જિલ્લાના મર્ચુલામાં દુર્ભાગ્યપૂર્ણ બસ અકસ્માતમાં જાનહાનિ અંગે ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે.જિલ્લા વહીવટીતંત્રને રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.મુખ્યમંત્રીએ જરૂર પડ્યે ગંભીર રીતે ઘાયલ મુસાફરોને એરલિફ્ટ કરવાની સૂચના પણ આપી છે.
उत्तराखंड के मुख्यमंत्री पुष्कर सिंह धामी ने कहा, "अल्मोड़ा जिले में बस दुर्घटना में गंभीर रूप से घायल लोगों को बेहतर इलाज के लिए एम्स ऋषिकेश और सुशीला तिवारी अस्पताल हल्द्वानी ले जाया गया है। मैं राहत और बचाव कार्यों की जानकारी भी ले रहा हूं और आज के सभी कार्यक्रम स्थगित कर रहा… pic.twitter.com/TinWSkKP9Q
— ANI_HindiNews (@AHindinews) November 4, 2024
હકીકતમાં, તહેવાર સમાપ્ત થયા પછી,પરપ્રાંતિયોની પરત ફરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ કારણોસર દિલ્હી, દેહરાદૂન અને ગુરુગ્રામ સહિત અન્ય સ્થળોએથી બસો મુસાફરોથી ખીચોખીચ દોડી રહી છે.સંખ્યામાં અચાનક વધારો થવાને કારણે લોકોને કેટલીક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે.જો કે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે વહીવટી તંત્ર દ્વારા વધારાની બસો પણ દોડાવવામાં આવી રહી છે.
अल्मोड़ा बस दुर्घटना: "प्रधानमंत्री ने उत्तराखंड के अल्मोड़ा में हुई दुर्घटना में प्रत्येक मृतक के परिजनों के लिए पीएमएनआरएफ से 2 लाख रुपये की अनुग्रह राशि की घोषणा की है। घायलों को 50,000 रुपये दिए जाएंगे" PMO pic.twitter.com/JN5HmKGVc5
— ANI_HindiNews (@AHindinews) November 4, 2024
અલ્મોડા બસ દુર્ઘટના: “વડાપ્રધાને ઉત્તરાખંડના અલ્મોડામાં થયેલા અકસ્માતમાં મૃતકોના દરેક મૃતકના સંબંધીઓ માટે PMNRF તરફથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.તો ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે” તેવી જાહેરાત કરી છે.
SORCE : હિન્દુસ્તાન સમાચાર