હેડલાઈન :
- જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું પ્રથમસત્ર મળ્યુ
- સત્રના પ્રથમ દિવસે જ ગૃહમાં હોબાળાનો માહોલ
- PDPના MLAનો કલમ-370 પુન:સ્થાપિત કરવા પ્રસ્તાવ
- પ્રસ્તાવ રજૂ થતા જ વિધાનસભા ગૃહમાં ભારે હોબાળો થયો
- ભાજપના ધારાસભ્યોની સ્પીકરને દરખાસ્ત રદ કરવા વિનંતી
- ભાજપના 28 ધારાસભ્યોએ પીડીપીના પ્રસ્તાવનો કર્યો વિરોધ
જમ્મુ-કાશ્મીર વિધાનસભાના પ્રથમસત્રમાં પ્રથમ દિવસે જ રાજ્યમાં કલમ 370 પુનઃસ્થાપિત કરવા માટે વિધાનસભામાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો.PDP ના ધારાસભ્યોએ આ પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરતા જ હોબાળો થયો હતો.
– જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પુન: સ્થાપિત કરવા પ્રસ્તાવ
જમ્મુ-કાશ્મીરમાં સોમવારે વિધાનસભા સત્રના પ્રથમ દિવસે હોબાળોનો માહોલ જોવા મળ્યો હતો.પીડીપીના ધારાસભ્યોએ જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાની માંગ કરતો ઠરાવ રજૂ કર્યો હતો.વહીદ ઉર રહેમાન પારા સહિત પીડીપીના ધારાસભ્યોએ જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાની માંગ કરતો ઠરાવ રજૂ કર્યો હતો.
– પ્રસ્તાવ કોણે રજૂ કર્યો
વહીદ ઉર રહેમાન પારાએ સત્ર દરમિયાન કહ્યું કે સર,હું તમને ગૃહના સ્પીકર તરીકે ચૂંટાવા બદલ અભિનંદન આપું છું.અમે તમારા અનુભવમાંથી ઘણું શીખીશું.આજે મારી પાર્ટી વતી મારી પાસે એક પ્રસ્તાવ છે જે હું તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું.પ્રસ્તાવમાં કલમ 370ને પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે.
– પ્રસ્તાવ રજૂ થતા જ ગૃહમાં હોબાળો
આ પ્રસ્તાવને લઈ ગૃહમાં ભારે હોબાળો થયો અને ભાજપના ધારાસભ્યોએ સ્પીકરને તાત્કાલિક દરખાસ્ત રદ કરવા વિનંતી કરી.સ્પીકરે ભાજપના સભ્યોના ગુસ્સાને શાંત કરવાનો પ્રયાસ કરતા કહ્યું કે આ મારું કાર્યક્ષેત્ર છે,મને તેની તપાસ કરવા દો અને તે મુજબ હું પ્રસ્તાવ પર નિર્ણય લઈશ.ભાજપના 28 ધારાસભ્યોએ પીડીપી ધારાસભ્યોના પગલાનો વિરોધ કરીને બેસવાની ના પાડી દીધી હતી.ભાજપના એલ.ઓ.પી. શર્માએ કહ્યું કે આ પહેલા દિવસે કરવામાં આવતું નથી.
સ્પીકરે જવાબ આપ્યો કે મેં હજુ સુધી તેની કોપી જોઈ નથી.મને તે જોવા દો અને તેને તપાસો.જો તમે (ભાજપ) આ ગૃહને ચાલવા નહીં દેવાનો નિર્ણય કર્યો હોય તો હું કંઈ કહી શકું નહીં.ગૃહમાં હોબાળો ચાલુ રહ્યો કારણ કે ભાજપના ધારાસભ્યોએ તેમની ખુરશીઓ પર બેસવાનો ઇનકાર કર્યો હતો અને પ્રસ્તાવને રદ કરવાની માંગ કરી હતી. દરમિયાન પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ પ્રસ્તાવ લાવવા બદલ પારાને અભિનંદન પાઠવ્યા હતા.
https://twitter.com/AHindinews/status/1853377025006051593
– CM ઓમર અબ્દુલ્લાએ શું કહ્યું ?
https://twitter.com/AHindinews/status/1853316111212990654
ધારાસભ્યના પ્રસ્તાવ પર જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે અમે જાણતા હતા કે એક સભ્ય દ્વારા આ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે તે વાસ્તવિકતા એ છે કે જમ્મુ-કાશ્મીરના લોકો 5 ઓગસ્ટ 2019 ના રોજ લીધેલા નિર્ણયને સ્વીકારતા નથી,તેમના આ નિવેદનને લઈ ગૃહમાં હોબાળો મચ્યો હતો.
SORCE : હિન્દુસ્તાન સમાચાર