હેડલાઈન :
- કેરળ,પંજાબ અને યુપીમાં પેટાચૂંટણીની તારીખ બદલાઈ
- ત્રણ રાજ્યોની 14 વિધાનસભા બેઠકોની તારીખ બદલાઈ
- હવે આ બેઠકો પર 13 નવેમ્બરના બદલે 20 નવેમ્બરે મતદાન
- રાષ્ટ્રીય-રાજ્ય સ્તરના રાજકીય પક્ષોની રજૂઆતને પગલે નિર્ણય
- સામાજિક,સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનો લઈ બદલાઈ તારીખ
કેન્દ્રીય ચૂંટણી પંચે ત્રણ રાજ્યોની 14 વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણી સંબંધિત મતદાનની તારીખોમાં ફેરફાર કર્યો છે.હવે આ બેઠકો પર 13 નવેમ્બરના બદલે 20 નવેમ્બરે મતદાન થશે.
કેન્દ્રીય ચૂંટણી પંચે ત્રણ રાજ્યોની 14 વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણી સંબંધિત મતદાનની તારીખોમાં ફેરફાર કર્યો છે.હવે આ બેઠકો પર 13 નવેમ્બરના બદલે 20 નવેમ્બરે મતદાન થશે.
– જે બેઠકો પર પેટાચૂંટણીની તારીખ બદલવામાં આવી છે તે આ મુજબ છે.
કેરળની પલક્કડ.
પંજાબની ડેરા બાબા નાનક,છબ્બેવાલ (SC),ગિદ્દરબાહા,બરનાલા.
ઉત્તર પ્રદેશની મીરાપુર,કુંડારકી,ગાઝિયાબાદ,ખેર (SC),કરહાલ,શીશમાઉ,ફુલપુર,કટેહારી,માઝવાન.
ચૂંટણી પંચે માહિતી આપી હતી કે તેને વિવિધ માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના રાજકીય પક્ષો જેવા કે ભાજપ,કોંગ્રેસ, બીએસપી,આરએલડી સહિત કેટલાક સામાજિક સંગઠનો તરફથી 13 નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણીમાં કેટલીક વિધાનસભા ક્ષેત્રોમાં મતદાનની તારીખ બદલવા માટે રજૂઆતો મળી છે. હતી.
આ દિવસે મોટા પાયે સામાજિક,સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો યોજાશે જેના કારણે મોટી સંખ્યામાં લોકોને અસુવિધા થઈ શકે છે,વિવિધ સિસ્ટમ સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને મતદાન દરમિયાન મતદારોની ભાગીદારી ઘટી શકે છે.આ પરિબળો અને રજૂઆતોને ધ્યાનમાં લીધા પછી, ચૂંટણી પંચે 14 બેઠકો પર મતદાનની તારીખ 13 નવેમ્બર બુધવારથી બદલીને 20 નવેમ્બર કરવાનો નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે 15 ઓક્ટોબરે ચૂંટણી પંચે 15 રાજ્યોની 48 વિધાનસભા બેઠક અને 2 સંસદીય બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી હતી.જેમાં મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા અને ઉત્તરાખંડની કેદારનાથ વિધાનસભા બેઠક સિવાયની તમામ પેટાચૂંટણી માટે મતદાનની તારીખ 13 નવેમ્બરને બુધવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો.
SORCE – હિન્દુસ્તાન સમાચાર