હેડલાઈન :
- રૂ.2000ની નોટ મામલે RBI નું મહત્વનું નિવેદન
- 2000ની નોટમાંથી 98.04 ટકા બેન્કિંગ સિસ્ટમમાં આવી
- આ નોટોમાંથી માત્ર રૂ. 6,970 કરોડ લોકો પાસે જમા
- 19 મે,2023ના રોજ 2000 ની નોટ ચલણમાંથી પાછી ખેંચી
- 7 ઓક્ટોબર,2023 સુધી નોટો જમા-બદલવાની સુવિધા હતી
- આ સુવિધા હજુ પણ રિઝર્વ બેંકની 19 ઈસ્યુ ઓફિસમાં ઉપલબ્ધ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાઅ રૂ.2000ની નોટને ચલણમાથી રદ્દ કરી છે.તેમ છતા પણ હજુ લોકો પાસે 2000 ની નોટો જમા છેતેના પર RBIએ નિવેદન આપતા કહ્યુ કે લોકો પાસે હજુ પણ 2000ની નોટ સ્વરૂપે 6970 કરોડ રૂપિયા છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI એ ગત રોજ સોમવારે રૂપિયા 2000ની નોટને લઈને એક મહત્વની જાણકારી આપી છે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું કે રૂ 2,000ની નોટ કુલ નોટમાથી 98.04 ટકા નોટો બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી છે અને આવી નોટોમાંથી માત્ર રૂ. 6,970 કરોડ લોકો પાસે છે.
– RBIએ ક્યારે 2000ની નોટ ચલણથી બહાર કરી ?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 19 મે,2023ના રોજ 2000 રૂપિયાની બેંક નોટ ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.આરબીઆઈએ જણાવ્યું હતું કે 19 મે, 2023 ના રોજ કારોબારની સમાપ્તિ સમયે, 2000 રૂપિયાની કુલ 3.56 લાખ કરોડ રૂપિયાની બેંક નોટ ચલણમાં હતી.તો 31 ઓક્ટોબર, 2024 ના રોજ ટ્રેડિંગના અંતે ચલણમાં નોટોનું મૂલ્ય રૂ. 6,970 કરોડ હતું.
– રિઝર્વ બેંકની ઓફિસોમાં કેટલી નોટો ?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અનુસાર,આ રીતે 19 મે, 2023 સુધી ચલણમાં રહેલી 2000 રૂપિયાની 98.04 ટકા નોટ બેંકમાં પરત આવી ગઈ છે.7 ઓક્ટોબર, 2023 સુધી તમામ બેંક શાખાઓમાં આ નોટો જમા કરાવવા અથવા બદલવાની સુવિધા ઉપલબ્ધ હતી.તો વળી ઉલ્લેખનિય છે કે આ સુવિધા હજુ પણ રિઝર્વ બેંકની 19 ઈસ્યુ ઓફિસમાં ઉપલબ્ધ છે.
SORCE : નવોદય ટાઈમ્સ