હેડલાઈન :
- મદરેસા એજ્યુકેશન એક્ટ-2024 મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય
- સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને રદ જાહેર કર્યો
- SC એ મદરેસા એજ્યુકેશન એક્ટની બંધારણીય માન્યતા જાળવી રાખી
- ઉત્તરપ્રદેશમાં 17 લાખ મદરેસાના વિદ્યાર્થીઓને મોટી રાહત
- ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચનો નિર્ણય
સુપ્રીમ કોર્ટે મંગળવારે મદરેસા એજ્યુકેશન એક્ટ 2004ની બંધારણીય માન્યતા જાળવી રાખતા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને રદ કર્યો છે.
– કેટલા મદરેસાને મળી રાહત
સુપ્રીમ કોર્ટે મંગળવારેમદરેસા એજ્યુકેશન એક્ટ 2004ની બંધારણીય માન્યતા જાળવી રાખતા અલ્હાબાદ હાઈકોર્ટના એ આદેશને રદ કર્યો જેમાં મદરેસા એક્ટને રદ્દ કર્યો હતો અને કહ્યું કે તે ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.આમ સુપ્રીમ કોર્ટો ઉત્તર પ્રદેશમાં લગભગ 17 લાખ મદરેસાના વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે.અંશુમાન સિંહ રાઠોડ નામના વ્યક્તિએ મદરેસા બોર્ડ એક્ટ વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી.
– સુપ્રીમ કોર્ટની બેંચે આપ્યો નિર્ણય
ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ નિર્ણય આપ્યો છે.બેન્ચે સ્વીકાર્યું કે અલ્હાબાદ હાઈકોર્ટે આપેલો નિર્ણય યોગ્ય નથી.આ સાથે સુપ્રીમ કોર્ટની બેન્ચે મદરસા એક્ટને પણ યોગ્ય ઠેરવ્યો છે,નોંધનિય છે કે સુપ્રીમ કોર્ટે 22 ઓક્ટોબરે સુનાવણી પૂર્ણ કર્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
– મુખ્ય ન્યાયાધિશે શું ક્હ્યું ?
જો કે,તે સમયે સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે રાજ્યના દાયરામાં કાજિલ અને ફાઝિલ હેઠળ ડિગ્રી આપી શકાય નહીં.આ UGC એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે. અંશુમાન સિંહ રાઠોડે મદરેસા બોર્ડ એક્ટ વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં આ કાયદાની બંધારણીય માન્યતાને પડકારવામાં આવી હતી.આ અરજી પર પોતાનો ચુકાદો આપતાં હાઈકોર્ટે કહ્યું હતું કે યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ 2004 ‘ગેરબંધારણીય’ છે.તેને બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.એટલું જ નહીં,ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારને મદરેસામાં ભણતા બાળકોને સામાન્ય શાળાકીય પ્રણાલીમાં સામેલ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.
– કેટલા મદરેસા રજીસ્ટર્ડ-કેટલા અમાન્ય
સાથે જ મહત્વનું એ પણ છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ યુપીના 16 હજાર મદરેસા ચાલુ રહેશે.જો કે યુપીમાં કુલ 23,500 મદરેસા છે.તેમાંથી 16,513 મદરેસાઓ માન્ય છે.એટલે કે આ મદરેસાઓ રજીસ્ટર્ડ છે. આ સિવાય 8,000 મદરેસાઓ માન્યતા વગરના છે.આવા 560 માન્ય મદરેસા છે જે સહાયિત છે.એટલે કે સરકારી પૈસાથી ચાલે છે.
SORCE :