હેડલાઈન :
- શરૂઆતમાં વધઘટ વચ્ચે સ્થાનિક શેરબજાર દબાણમાં જોવા મળ્યુ
- મંગળવારે મુખ્ચ સૂચકાંક સેન્સેક્સ-નિફ્ટીની ઘટાડા સાથે શરૂઆત
- કારોબાર આગળ વધતા બપોર બાદ મુખ્ય સૂચકાંક લીલા તોરણે
- BSE સેન્સેક્સ 240.08 પોઈન્ટ ઘટી 78,542.16 પોઈન્ટના સ્તરે ખુલ્યો
- NSE નિફ્ટી 78.85 પોઈન્ટની નબળાઈ સાથે 23,916.50ના સ્તરે ખુલ્યો
- શેરબજારમાં શરૂઆતી આંચકા બાદ અચાનક ખરીદી પરત ફરી
- બપોર બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો આવ્યો
આજે મંગળવારે શરૂઆતમાં વધઘટ વચ્ચે સ્થાનિક શેરબજાર દબાણમાં જોવા મળ્યુ જેમાં મુખ્ચ સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીએ ઘટાડા સાથે કારોબારની શરૂઆત કરી હતી.જોકે જેમ જેમ કારોબાર આગળ વધ્યો તેમ બપોર બાદ મુખ્ય સૂચકાંક લીલા તોરણે ટ્રેડ કરતા જોવા મળ્યા હતા.
– શરૂઆતની વધ-ઘટ વચ્ચે શેર બજાર દબાણમાં આવ્યુ
આજે શરૂઆતમાં બજાર ખુલતાની સાથે જ ખરીદદારોએ ખરીદી શરૂ કરી હતી,જેના કારણે આ બંને સૂચકાંકોની મુવમેન્ટ વધી હતી.સવારે લગભગ 10 વાગ્યે બંને સૂચકાંકો લીલા નિશાન સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા,પરંતુ આ પછી ફરી એકવાર વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.ટ્રેડિંગના પ્રથમ એક કલાક બાદ સેન્સેક્સ 0.15 ટકાની નબળાઈ સાથે અને નિફ્ટી 0.16 ટકાની નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.
વર્તમાન ટ્રેડિંગમાં શેરબજારમાં 2,352 શેરમાં સક્રિય ટ્રેડિંગ થયું હતું.તેમાંથી 1,491 શેર નફો કમાયા બાદ લીલા તોરણે ટ્રેડ થઈ રહ્યા હતા,જ્યારે 861 શેર ખોટ સહન કર્યા બાદ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. એ જ રીતે સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 17 શેર ખરીદીના ટેકાથી લીલા નિશાનમાં રહ્યા હતા.બીજી તરફ વેચવાલીના દબાણને કારણે 13 શેર લાલ નિશાનમાં ટ્રેડ થયા હતા.જ્યારે નિફ્ટીમાં સમાવિષ્ટ 50 શેરોમાંથી 24 શેર લીલા નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા અને 26 શેર લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
– મુખ્ય સૂચકાંક રેડ ઝોનમાં ખુલ્યા
BSE સેન્સેક્સ આજે 240.08 પોઈન્ટના ઘટાડા સાથે 78,542.16 પોઈન્ટના સ્તરે ખુલ્યો હતો.તો ટ્રેડિંગ શરૂ થતાં જ ખરીદદારોએ ખરીદીના પ્રયાસો કર્યા,જેના કારણે આ ઇન્ડેક્સની મુવમેન્ટ વધી.સતત ખરીદીના ટેકાથી આ ઈન્ડેક્સ સવારે 10 વાગ્યાની આસપાસ લગભગ 50 પોઈન્ટના વધારા સાથે 78,833.88 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.જો કે,આ પછી,વેચાણના દબાણને કારણે,ઇન્ડેક્સ ફરીથી રેડ ઝોનમાં ડૂબી ગયો.બજારમાં સતત ખરીદ-વેચાણ વચ્ચે ટ્રેડિંગના પ્રથમ કલાક બાદ સવારે 10:15 વાગ્યે સેન્સેક્સ 121.34 પોઈન્ટના ઘટાડા સાથે 78,660.90 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
સેન્સેક્સની જેમ NSEનો નિફ્ટી પણ આજે 78.85 પોઈન્ટની નબળાઈ સાથે 23,916.50 પોઈન્ટ પર ટ્રેડિંગ શરૂ કરી રહ્યો છે.બજાર ખુલતાની સાથે જ ખરીદી શરૂ થઈ ગઈ હતી, સવારે 10 વાગ્યા સુધીમાં આ ઈન્ડેક્સ 30 પોઈન્ટથી વધુ મજબૂત થઈને 24,026.25 પોઈન્ટના સ્તરે પહોંચી ગયો હતો,પરંતુ તેના પછી વેચવાલી દબાણને કારણે આ ઈન્ડેક્સ ફરી નબળો પડ્યો હતો.પહેલા એક કલાક સુધી બજારમાં સતત ખરીદ-વેચાણ બાદ સવારે 10:15 વાગ્યે નિફ્ટી 39.15 પોઈન્ટના ઘટાડા સાથે 23,956.20 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
– અડધા ટ્રેડિંગ સેશન બાદ બજારમાં તેજી પરત ફરી
જોકે મંગળવારે અડધા ટ્રેડિંગ સેશન બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો.બપોરે 2:50 વાગ્યે,સેન્સેક્સ 607.45 એટલે 0.77% પોઈન્ટના વધારા સાથે 79,389.69 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.બીજી તરફ નિફ્ટી 187.25 એટલે 0.78% પોઈન્ટ વધીને 24,182.60 પર છે.આમ અડધો ટ્રેડિંગ સત્ર પસાર થયા પછી સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો અને સૂચકાંકો લીલા નિશાન પર પહોંચી ગયા.જેમાં સેન્સેક્સ દિવસની નીચી સપાટીથી 1000 પોઈન્ટ ઉછળ્યો હતો.
SORCE : હિન્દુસ્તાન સમાચાર