હેડલાઈન :
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભાવનગર સર્વેશ્વર ગૌધામમાં સંબોધન
- જીવ માટે સંવેદના રાખીશું તો પરમાત્માના આશીર્વાદ મળશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશુઓના આરોગ્યની ચિંતા કરી
- PM મોદીએ રાજ્યભરમાં પશુ આરોગ્ય મેળાની શરૂઆત કરાવી
- જમીન અને માનવ સ્વાસ્થ્ય બગડતા પ્રાકૃતિક ખેતી અપનાવીએ
- વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નૂતન વર્ષના મંગલ પ્રારંભે ભાવનગર જિલ્લાના સર્વેશ્વર ગૌધામ કોબડી ખાતે ગૌ ગોષ્ઠી સમારોહમાં સહભાગી થયા હતા.
– મુખ્યમંત્રીએ પશુ આરોગ્ય પર ભાર મુક્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કેઆપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશુઓના આરોગ્યની ચિંતા કરી પશુ આરોગ્ય મેળાની શરૂઆત કરાવી હતી.આ સરકાર દરેક જીવ માત્રને રક્ષણ આપવા સંકલ્પબદ્ધ છે,ત્યારે પશુ દવાખાનામાં પશુઓ માટેની દરેક સારવાર,નિદાન અને રસી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
– CM ભૂપેન્દ્ર પટેલે ખેડુતોને વિનંતી કરી
તો વળી મુખ્યમંત્રીએ ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરવાનું આહવાન કરતા જણાવ્યું કે,આજે જમીન અને માનવી બેયનું સ્વાસ્થ્ય બગડતું જાય છે ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાની હિમાયત કરી રહ્યા છે તેથી આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીને આપણા સ્વાસ્થ્યની પણ ચિંતા કરવાની જરૂર છે.
– ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતાનો આગ્રહ રાખ્યો
ઉપરાંત મુખ્યમંત્રીએ સ્વચ્છતા પર ભાર મુકતાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન- ની શરૂઆત કરાવી છે ત્યારે સ્વચ્છતાને સ્વભાવ અને સંસ્કાર બનાવી આપણા ઘર,આંગણા અને વિસ્તારને સ્વચ્છ,સુંદર રાખીએ. તેમણે કહ્યું કે,વર્ષ-2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાએ જણાવ્યુંકે,દેશના વડાપ્રધાન અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેમજ ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર વિકાસના કામો કરી રહી છે.કોબડી ગૌશાળામાં બિમાર અને ઘરડી ગાયોનું અહીં નિદાન કરવામાં આવે છે ત્યારે સમગ્ર આયોજન અને ટીમને બિરદાવ્યા હતા.
આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કામધેનુ ગૌમાતાની પૂજા અર્ચના કરીને વયોવૃદ્ધ બળદો,અપંગ ગૌમાતા,અંધ ગૌ માતા,બિમાર ગૌ માતા,મા વિનાના વાછરડા તથા ઓપરેશન થિયેટર અને એમ્બ્યુલન્સના સ્ટોલની મુલાકાત લીધી હતી.
ગૌ ગોષ્ઠી સમારોહનું પૂ. મહંતશ્રી જયદેવશરણજી મહારાજ તેમજ ઉદ્યોગપતિઓ સમાજના શ્રેષ્ઠિઓ ગૌ સેવકો સહિત રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવેણાની પાવનધરા પર સૌ પ્રથમ વખત ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.