હેડલાઈન :
- US રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની ભવ્ય જીત
- ટ્રમ્પને 292 તો કમલા હેરિસને 224 ઈલોક્ટોરલ કોલેજ વોટ
- ટ્રમ્પ વહિવટીતંત્રમાં કોણ કોણ હશે તે ચર્ચાએ જોર પકડ્યું
- જેમી ડિમોન,સ્ટોક બેસન્ટ,જ્હોન પોલસનના નામ સૌથી મોખરે
- મૂળ ગુજરાતી કશ્યપ “કશ” પટેલને મોટી જવાબદારી મળી શકે
US માં ટ્રમ્પ શાસનમાં વહિવટમાં ટોચના દાવેદારોના સંભવિત નામ સામે આવી રહ્યા છે.જેમાં મૂળ ગુજરાતી કશ્યપ “કશ” પટેલને પણ મોટી જવાબદારી મળે તેવી ચર્ચા છે.
– અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પની જળહળતી જીત
અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની ભવ્ય જીત મેળવીને વિશ્વભરના રાજકીય પંડિતોને આશ્ચર્યમાં મુકી દીધા છે.બુધવારે મોડી રાત્રે “એસોસિએટેડ પ્રેસ” દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી મુજબ ડોનાલ્ડ ટ્રમ્પને 292 તો સામે કમલા હેરિસને 224 ઈલોક્ટોરલ કોલેજ વોટ મળ્યા છે.
– સૌની નજર આ ગુજરાતી પર
અમેરિકામા ફરી એકવાર ટ્રમ્પ સરકાર રચાઈ છે અને ડોનાલ્ડ ટ્રમ્પ ફરી રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે.તેવામાં હાલ અમેરિકામાં ટ્રમ્પ વહિવટીતંત્રમાં કોણ કોણ હશે તે ચર્ચાએ જોર પકડ્યુ છે.આ દાવેદોરોમાં પહેલા તો ટ્રમ્પના સહાયકો જેમી ડિમોન,સ્ટોક બેસન્ટ તેમજ જ્હોન પોલસનના નામ સૌથી મોખરે હેવાનું મનાય છે.તો વળી મૂળ ગુજરાતી એવા કશ્યપ “કશ” પટેલને પણ મોટી જવાબદારી મળે તેવી ચર્ચા છે. ચર્ચા તો એવી પણ સાંભળવા મળી રહી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કશ્યપ પટેલને અમેરિકાની સેન્ટ્રલ એજન્સિ CIA ના વડા બનાવી શકે છે.
– કોણ બની શકે આર્થિક સલાહકાર
આ ઉપરાંત ચાલતી અટકળો મુજબ સ્કોટ બેસન્ટને મુખ્ય આર્થિક સલાહકારની જવાબદારી મળી શકે છે.તેમણે યુનિવર્સિટી ઓફ રિચમંડમાંથી બીએની ડિગ્રી અને વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી મેળવી છે.સ્કોટ બેસન્ટે ન્યૂયોર્ક સ્થિત ઈનેવેસ્ટમેંટ પાર્ટનરશિપ, સ્ક્વેર કેપિટલ મેનેજમેન્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર તરીકે સેવા આપી હતી.
– નીતિ સલાહકાર કોણ હોઈ શકે
ટ્રમ્પ સરકારમાં રિચાર્ડ ગ્રેનેલને પણ મોટી જવાબદારી અપાઈ શકે છે કારણ કે તેઓ ટ્રમ્પના નજીકના વિદેશ નીતિ સલાહકારોમાંના એક છે. તેના વિદેશી નેતાઓ સાથે સારા સંબંધો છે.તે યુક્રેનમાં સ્વાયત્ત પ્રદેશની સ્થાપનાની હિમાયત કરવા માટે ચર્ચામાં હતા,યુક્રેને અમેરિકાના આ વલણનો વિરોધ કર્યો હતો.
SORCE : ગુજરાત પોસ્ટ.ઈન