હેડલાઈન :
- દિલ્હીમાં ‘એન્ટિ-ટેરરિઝમ કોન્ફરન્સ-2024’ના ઉદ્ઘાટન
- બે દિવસીય કોન્ફરન્સનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યુ ઉદ્ઘાટન
- કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રને કેન્દ્રીય ગૃમંત્રી અમિત શાહનું સંબોધન
- નરેન્દ્ર મોદી સરકારની આતંકવાદ સામે નક્કર વ્યૂહરચના : અમિત શાહ
- “વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આતંકવાદ સામે તેમના ઝીરો ટોલરન્સના સૂત્ર”
- “PM મોદીના આ સૂત્રને માત્ર ભારતે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું”
- “આંતરીક સુરક્ષા માટે પોલીસ જવાનોની શહાદતને દેશ વતી નમન”
નવી દિલ્હી ખાતે’એન્ટિ-ટેરરિઝમ કોન્ફરન્સ-2024’ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 10 વર્ષમાં ભારત સરકારે આતંકવાદ સામે નક્કર વ્યૂહરચના અપનાવી તે આતંકવાદ સામે મોદી સરકારની ઝીરો ટોલરન્સ નીતિ.
– ભારત સરકારની આતંકવાદ સામે વ્યૂહરચના
અમિત શાહે કહ્યું કે પીએમ મોદી દેશના વડાપ્રધાન બન્યાના 10 વર્ષમાં ભારત સરકારે આતંકવાદ સામે નક્કર વ્યૂહરચના અપનાવી. તેમણે કહ્યું કે આજે આતંકવાદ સામે તેમના ઝીરો ટોલરન્સના સૂત્રને માત્ર ભારતે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે.
– આંતરીક સુરક્ષા માટે પોલીસ જવાનોની શહાદત
ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કહ્યું કે અમે આતંકવાદને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.ગૃહમંત્રીએ કહ્યું કે આઝાદીના 75 વર્ષ થઈ ગયા.દેશની આંતરિક સુરક્ષા અને સરહદોની સુરક્ષા જાળવવા માટે અત્યાર સુધીમાં 36,468 પોલીસ જવાનોએ બલિદાન આપ્યું છે.આજે હું તે તમામને તેમની સર્વોચ્ચ બલિદાનની ભાવના માટે શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું અને દેશ વતી તેમના પરિવારનો પણ આભાર માનું છું.
– મોદી સરકારની આતંકવાદ સામે વ્યૂહરચના
તો આ ઉપરાંત અમિત શાહે કહ્યું કે PM નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યાના 10 વર્ષમાં ભારત સરકારે આતંકવાદ સામે નક્કર વ્યૂહરચના અપનાવી.તેમણે કહ્યું કે આજે આતંકવાદ સામે તેમના ઝીરો ટોલરન્સના સૂત્રને માત્ર ભારતે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે.ભારતમાં આતંકવાદ સામે લડવા માટે મજબૂત ઇકોસિસ્ટમ બનાવવામાં આવી છે.જો કે,હજુ ઘણું કામ કરવાનું બાકી છે.તેમણે કહ્યું કે વિશ્વએ પીએમ મોદીના ‘આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ’ના આહ્વાનની પ્રશંસા કરી છે.
– ‘એન્ટિ-ટેરરિઝમ કોન્ફરન્સ’નો હેતુ
રાષ્ટ્રીય સુરક્ષાને અસર કરતા મુદ્દાઓ અને આતંકવાદથી ઉદ્ભવતા જોખમો પર વિચાર-વિમર્શ કરવા માટે વર્ષોથી વાર્ષિક પરિષદ ઓપરેશનલ દળો,ટેકનિકલ,કાનૂની અને ફોરેન્સિક નિષ્ણાતો અને આતંકવાદ વિરોધી એજન્સીઓ માટે એક બેઠક બિંદુ તરીકે ઉભરી આવી છે.નિવેદનમાં જણાવાયું છે કે કોન્ફરન્સનું મુખ્ય ધ્યાન ‘સમગ્ર સરકારી અભિગમ’ની ભાવનામાં આતંકવાદના જોખમ સામે સંકલિત કાર્યવાહી માટે ચેનલો સ્થાપિત કરીને વિવિધ હિસ્સેદારો વચ્ચે સુમેળ વિકસાવવા અને ભાવિ નીતિ ઘડતર માટે નક્કર ઇનપુટ્સ રજૂ કરવાનો છે.
મહત્વનું છે કે આ કોન્ફરન્સનો હેતુ સમગ્ર સરકારી અભિગમની ભાવનામાં આતંકવાદના જોખમ સામે સંકલિત પગલાં માટે ચેનલો સ્થાપિત કરી વિવિધ હિસ્સેદારો વચ્ચે સુમેળ વિકસાવવા અને ભાવિ નીતિ નિર્માણ માટે નક્કર ઈનપુટ્સ રજૂ કરવાનો છે.બે દિવસીય કોન્ફરન્સમાં ચર્ચાઓ આતંકવાદ વિરોધી તપાસમાં કાર્યવાહી તેમજ વિકસિત કાયદાકીય માળખા પર ધ્યાન કેન્દ્રીત કરે છે. અનુભવો અને સારી પદ્ધતિઓની વહેંચણી,ઉભરતી તકનિકો,આંતરરાષ્ટ્રીય કાયદાકીય સહયોગ અને આતંકવાદ વિરોધી થિયેટરોમાં આતંકવાદીઓનો સામનો કરવા સબંધિત પડકારો તેમજ તકો પર ધ્યાન કેન્દ્રીત કરે છે.સમગ્ર ભારતમાં ઈકોસિસ્ટમનો નાશ કરવાની વ્યુહરચના સહિત વિવિધ મહત્વપૂર્ણ બાબાતો પર ધ્યાન કેન્દ્રીત કરશે.
આ કોન્ફરન્સમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિરષ્ઠ પોલીસ અધિકારીઓ,કેન્દ્રીય એજન્સિઓના અધિકારીઓ,તોમજ આતંકવાદ વિરોધી મુદ્દાઓ સાથે કામ કરતા વિભાગો,કાયદા,ફોરેન્સિક્સ,ટેકનોલોજી વગેરે સંબંધિત ક્ષેત્રોના નિષ્ણાંતો સહભાગી બન્યા હતા.
SORCE : પ્રભાસાક્ષી