હેડલાઈન :
- CJI ડીવાય ચંદ્રચુડનો આજે છેલ્લો કાર્યકારી દિવસ રહ્યો
- છેલ્લા કાર્યકારી દિવસે CJI ચંદ્રચુડની ભાવાત્મક તસવીર
- મસ્તક નમાવી હાથ જોડી વંદન કરતા જોવા મળ્યા CJI
- AMUના લઘુમતી દરજ્જાને જાળવી રાખતો ચુકાદો આપ્યો
- CJI તરીકે ચંદ્રચુડનો કાર્યકાળ 10 નવેમ્બરના રોજ પૂર્ણ થાય
- CJI ડીવાય ચંદ્રચુડ ઘણા ઐતિહાસિક નિર્ણયોના સાક્ષી રહ્યા
કામ-કાજના છેલ્લા દિવસે ભારતના મુખ્ય ન્યાયધિશ ડીવાય ચંદ્રચુડની ભાવાત્મક તસવીર સામે આવી છે.જેમાં તોઓ હાથ જોડી નમન કરતા જોવા મળે છે.
ભારતના મુખ્ય ન્યાયાધિશ ડીવાય ચંદ્રચુડનો આજે કાર્યકારી દિવસ હતોતેમણે તેમની કામકાજના છેલ્લા દિવસે અલિગઢ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જાને જાળવી રાખતો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો.CJI ડીવાય ચંદ્રચુડે પોતાની બે વર્ષના કાર્યકાળમાં અયોધ્યા રામ મંદિર,સમલૈંગિક લગ્ન તેમજ કલમ 370 જેવા મહત્વના અને ઐતિહાસિક ચુકાદા આપ્ચા છે.
– CJI ડીવાય ચંદ્રચુડનો છેલ્લો કાર્યકારી દિવસ
આમ તો CJI તરીકે ડીવાય ચંદ્રચુડનો કાર્યકાળ 10 નવેમ્બરના રોજ પૂર્ણ થાય છે.પરંતુ 9 અને 10 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં રજા હોવાથી આજે 8 નવેમ્બરનો દિવસે તેમનો છેલ્લો કાર્યકારી દિવસ બની રહ્યો હતો.ત્યારે તેમની પછી જસ્ટિસ સંજીવ ખન્ના દેશના આગામી મુખ્ય ન્યાયાધિશ હશે.CJI ડીવાય ચંદ્રચુડે પોતાના કાર્યકાળના છેલ્લા દિવસે અલાગઢ મુસ્લીમ યુનિવર્સિટી AMU ના લઘુમતી દરજ્જા પર મહત્વનો ચિકાદો આપ્યો હતો.તેમની અધ્યક્ષતાવાળી 7 જજોના બેંચે 4-3ની બહુમતીથી AMU ના લઘુમતી દરજ્જાને સમર્થન આપ્યુ હતુ.
– CJI ડીવાય ચંદ્રચુડની ભાવાત્મક તસવીર સામે આવી
તેમના છેલ્લા કાર્યકારી દિવસે CJI ડીવાય ચંદ્રચુડની એક ભાવાત્મક તસવીર સામે આવી છે.,જેમાં તેઓ પોતાનું મસ્તક નમાવી હોથ જોડી વંદન કરતા જોવા મળી રહ્યા છે.આ તસવીર ભાવુકતા સભર છે.તો વળી આજે સુપ્રીમ કોર્ટમાં તેમને ઓપચારિક વિદાય આપવામાં આવી હતી.અને ઘણા વકીલોએ CJI ને ઓનલાઈન સ્ટ્રીમિંગ થકી સંબોધન કર્યા હતા.ચંદ્રચુડે કોર્ટમાં પોતાના છેલ્લા ભાષણમાં કહ્યું ‘જો મેં ક્યારેય કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તો હું માફી માંગુ છું.’જસ્ટિસ ચંદ્રચુડના અંતિમ દિવસે ઘણા વકીલોએ પણ તેમની સાથે હળવી પળો વિતાવી હતી.
– CJI ચંદ્રચુડ ઘણા ઐતિહાસિક નિર્ણયોના સાક્ષી
CJI ચંદ્રચુડનો કાર્યકાળ લગભગ બે વર્ષ સુધી ચાલ્યો, જેમાં ઘણા ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા. આ નિર્ણયોમાં અયોધ્યામાં રામ મંદિર અંગેનો નિર્ણય, ચૂંટણી બોન્ડનો અસ્વીકાર, સમલૈંગિક લગ્નનો નિર્ણય સંસદ પર છોડવો, કલમ 370ને બંધારણીય ગણાવવો અને દિલ્હી સરકારના અધિકારો પર નિર્ણય સામેલ છે.
SORCE : NBT