હેડલાઈન :
- મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈ હાલ ગરમાયેલો માહોલ
- ગરમાયેલા માહોલ વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન
- ભાજપના પાકમાં જંતુઓ વધતા રોગમુક્ત દવા છંટકાવની જરૂર
- નીતિન ગડકરીએ આ નિવેદન થકી કોના તરફ કર્યો ઈશારો
- નીતિન ગડકરીએ વરિષ્ઠ નેતાઓની જવાબદારી યાદ કરાવી
મહારાષ્ટ્રમાં ચૂટણીના માહોલ વચ્ચે કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા નીતિન ગડકરીએ મોટુ નિવેદન આપતા કહ્યુ કે ભાજપના ફાલ્યા-ફુલ્યા પાકમાં જીવાતનો ઉપદ્રવ વધતા રોગમુક્ત દવા છંટકાવની જરૂર છે.
– મહારાષ્ટ્રમાં હાલ ચૂટણીને લઈ માહોલ ગરમાયેલો
હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીલે લઈ રાજ્યમાં રાજકારણ ગરમાયેલુ છે.તે વચ્ચે કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા નીતિન ગડકરીના એક નિવેદને રાજકીય ગરમાવો વધારી દીધો છે.જેમાં નીતિન ગડકરીએ એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ કે ભારતીય જનતા પાર્ટીના ફાલ્યા-ફુલ્યા પાકમાં આજકાલ જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે હવે રોગમુક્ત જંતુનાશક દવા છંટકાવની જરૂર છે.તેમનું આ પ્રકારનું નિવેદન ચૂંટણીના માહોલ વચ્ચે ખૂબ મહત્વનું બની જાય છે.કારણ કે તેમણે આ નિવેદન આપીને કોના કરફ ઈશારો કર્યો તે પણ મહત્વનું બને છે.
– ગરમજોશી ભર્યા માહોલમાં ગડકરીનું મોટુ નિવેદન
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના ગરમા ગરમી ભર્યો મોહલ વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય માર્ગ પરિવહન-રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીનું આ નિવેદન ખૂબ ચર્ચામાં આવ્યુ છે.નીતિન ગડકરી પોતે મહારાષ્ટ્રની નાગપુર બેઠક પરથી સાંસદ છે.તેઓ રાજ્ય સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.એક ખાનગી ચેનલ સાથે વાતચીત દરમિયાન નીતિન ગડકરીએ કહ્યું કે જ્યારે પાક વધે છે ત્યારે તેમાં વધુ જીવાત પણ દેખાય છે.તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં ભાજપનો પાક ઘણો વધી ગયો છે અને કેટલાક દાગી નેતાઓ પણ તેમાં આવી ગયા છે.આ કારણોસર પાકને રોગમુક્ત બનાવવા માટે જંતુનાશક દવાનો છંટકાવ કરવાની જરૂર છે.
– નીતિન ગડકરીએ કોના તરફ કર્યો ઈશારો
નીતિન ગડકરીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે,જ્યારે ભાજપ-શિવસેના શિંદે જૂથ અને અજિત પવારની NCP સાથે મહાયુતી ગઠબંધન કરીને રાજ્યમાં ચૂંટણી લડી રહી છે.NCP નેતા અજિત પવાર પર ભ્રષ્ટાચારનો આરોપ હતો. અને ખુદ ભાજપે જ તેમના પર આ મોટા આરોપો લગાવા જેલમાં મોકલવાની વાત કરી હતી.પરંતુ બાદમાં તેઓ ભાજપની સરકારમાં ઉપ મુખ્યમંત્રી બન્યા હતા.ભાજપ ઝડપી વિસ્તરણના સંદર્ભમાં ગડકરીએ કહ્યું કે પાર્ટી પાસે અનેક પ્રકારના પાક છે.તે ખૂબ સારી ઉપજ આપે છે પરંતુ તેની સાથે કેટલાક રોગો પણ આવે છે.આવી સ્થિતિમાં રોગગ્રસ્ત પાક પર રોગમુક્ત જંતુનાશકોનો છંટકાવ કરવો જરૂરી છે.
– વરિષ્ઠ નેતાઓની જવાબદારી યાદ કરાવી
તો વળી નીતિન ગડકરીએ ભાજપની એકતા પર ભાર મૂક્યો હતો.તેમણે કહ્યું કે નવા નેતાઓને વૈચારિક તાલીમ આપવાની જવાબદારી પાર્ટીના વરિષ્ઠ નેતાઓની છે.તેમણે કહ્યું કે ભાજપ એ કાર્યકર્તાઓની પાર્ટી છે.લોકો જુદા જુદા કારણોસર ભાજપમાં આવી રહ્યા છે.તેમને તાલીમ આપવાની જવાબદારી આપણી છે.તેમને વિચારધારાથી ભરો અને તેમને તમારા કાર્યકર્તા બનાવો.આ દિશામાં આપણા પ્રયાસો ચાલુ છે.
– ભારતીય બંધારણના બિનસાંપ્રદાયિક સિદ્ધાંત પર ભાર
કેન્દ્રીય મંત્રીએ ભારતીય બંધારણના બિનસાંપ્રદાયિક સિદ્ધાંત પર ભાર મૂક્યો હતો.તેમણે કહ્યું કે સરકાર અને વહીવટીતંત્ર ચોક્કસપણે ધર્મનિરપેક્ષ હોવું જોઈએ.કેન્દ્રીય મંત્રીએ ભારતીય બંધારણના બિનસાંપ્રદાયિક સિદ્ધાંત પર ભાર મૂક્યો હતો.તેમણે કહ્યું કે સરકાર અને વહીવટીતંત્ર ચોક્કસપણે ધર્મનિરપેક્ષ હોવું જોઈએ.આપણા દેશમાં વિધાનસભામાં તફાવત એ સમસ્યા નથી પરંતુ વિચારોનો અભાવ સૌથી મોટી સમસ્યા છે.તેમણે કહ્યું કે આજે જેની જરૂર છે તે અનુકૂળ રાજકારણની નહીં પરંતુ પ્રતિબદ્ધ રાજનીતિની છે.
SORCE : NEWS 18