Thursday, May 15, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

કેબિનેટમાં લેવાયા મહત્વના નિર્ણયો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી

કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તર પ્રદેશના જેવરમાં ભારતના છઠ્ઠા સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી

અત્યાર સુધીમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ 5 સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપવામાં આવી

આ શ્રેણીમાં બીજું સુપર-એડવાન્સ્ડ યુનિટ છે તે HCL અને ફોક્સકોનનું સંયુક્ત સાહસ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home કલા અને સંસ્કૃતિ

આપણા ધર્મ,આસ્થા અને સાંસ્કૃતિક ચેતના કેન્દ્રો અનુરૂપ વિકાસના નવા યુગનો પ્રારંભ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતના વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 10, 2024, 02:19 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો
  • મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટપાલ ટિકિટનું વિમોચન કરાયુ
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહોત્સવમાં પોતાનું પ્રેરક સંબોધન કર્યુ
  • “ધર્મ,આસ્થા,સાંસ્કૃતિક ચેતના કેન્દ્રો અનુરૂપ વિકાસના નવા યુગનો પ્રારંભ
  • “મહોત્સવ વડાપ્રધાના ‘વિરાસત ભી, વિકાસ ભી’ના ધ્યેયને સાકાર કરે “

ગુજરાતના વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સંતોએ તેમને આશીર્વાદ પણ આપ્યા હતા.

https://twitter.com/AHindinews/status/1855352159723766029

– મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે  ટપાલ ટિકિટનું વિમોચન 

વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિત રહી તેમણે પાંચ રૂપિયાની ટપાલ ટિકિટનું વિમોચન કર્યુ હતુ.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના આસ્થા–શ્રદ્ધાના કેન્દ્રોના નવનિર્માણ અને સાંસ્કૃતિક જાગરણનો નવો અધ્યાય શરૂ કર્યો છે.આપણા ધર્મ, આસ્થા અને સાંસ્કૃતિક ચેતનાના કેન્દ્રોના અનુરૂપ વિકાસનો એક નવા યુગનો તેમના નેતૃત્વમાં પ્રારંભ થયો છે.

– વડતાલના આંગણે મંગળ ઉત્સવ ઉજવાયો

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે વડતાલના આંગણે મંગળ ઉત્સવ ઉજવાય રહ્યો છે, ત્યારે ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિના જતનનો વારસો વર્તમાન સમયના આધુનિક આયામો સાથે જોડીને પ્રસ્તુત કરવામાં આવ્યો છે. તે વડાપ્રધાનના ‘વિરાસત ભી,વિકાસ ભી’ના ધ્યેયને સાકાર કરે છે.સૌ હરિભક્તોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી્ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ચરોતરની આ પાવન ભૂમિ પર 200 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણના હસ્તે શ્રી લક્ષ્મીનારાયણ દેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.આ મહોત્સવ આટલો ભવ્ય છે,જ્યારે ભગવાન સ્વામિનારાયણે આ ભૂમિ પર શ્રી લક્ષ્મી નારાયણ મંદિરની સ્થાપના કરી હશે તે સમય કેટલો દિવ્ય હશે તેની આપણને અનુભૂતિ થાય છે.આ ઉત્સવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાત માટે સંકલ્પબદ્ધ થવાની પ્રેરણા પૂરી પાડે છે.

–  મુખ્યમંત્રીએ વિક્રમ સંવત 2081ના નૂતન વર્ષની શુભેચ્છા આપી

તો દિવાળી અને નૂતન વર્ષ નિમિતે કહ્યુ કે નવું વર્ષ એટલે નવા સંકલ્પોનો અવસર એમ કહી મુખ્યમંત્રીએ વિક્રમ સંવત 2081નું નવું વર્ષ સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ હરિભક્તો માટે ઉમંગનો મહોત્સવ લઈને આવ્યું છે,તેમ જણાવ્યું હતું.તેમણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાનો એક નવો સંકલ્પ આ પાવન ભૂમિ પરથી લેવા માટે સૌ હરિભક્તોને આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીએ આ ભવ્ય મહોત્સવમાં સહભાગી થવાની તક મળી તેને પોતાનું સૌભાગ્ય ગણાવ્યું હતું.તો ભગવાન સ્વામિનારાયણ રચિત શિક્ષાપત્રીને અનુસરવા હરિભક્તોને અનુરોધ કર્યો હતો.કર્તવ્યનિષ્ઠાથી આપણે આપણા કાર્ય અને ફરજને પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ,તેમ જણાવી તેમણે કહ્યું હતું કે,ધર્મ સેવાનો લાભ મળે એ જ કેન્દ્રમાં હોવું જોઈએ.રાષ્ટ્રહિત પ્રથમ અને સમાજ કલ્યાણની તમન્ના સાથે હરિભક્તો વિકસિત ભારતનો સંકલ્પ પૂર્ણ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે,આપણે જ્યારે વૈશ્વિક સ્પર્ધામાં છીએ,ત્યારે સ્વચ્છતાને સ્વભાવ અને સંસ્કાર બનાવીને વિકાસ યાત્રામાં સતત યોગદાન આપવા તેમણે અનુરોધ કર્યો હતો.

–  સંસ્થાના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે આર્શીવચન પાઠવ્યા 

આ પ્રસંગે સંસ્થાના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે આર્શીવચન પાઠવતા જણાવ્યું હતું કે, લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ લાખો હરિભક્તોની સેવા અને સમર્પણ ભાવ વ્યક્ત કરે છે.હરિભક્તોએ સંપ્રદાયની નાનામાં નાની સેવા કરી અદભૂત ભાવ વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર પ્રજાહિતના કાર્યો કરી રહી છે.મુખ્યમંત્રીને પ્રજાવત્સલના વધુ કાર્યો કરવાની પ્રેરણા આપે અને સૌનું મંગળ થાય તેવા શુભાષિશ તેમણે પાઠવ્યા હતા.આ પ્રસંગે 1008 વલ્લભકુળ ભૂષણ દ્વારકેશલાલજી મહારાજે આર્શીવચન પાઠવ્યા હતા.

સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામીએ વડતાલ મંદિર દ્વારા કરવામાં આવતા સામાજિક સેવા કાર્યોની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે,વડતાલ હોસ્પિટલમાં અંદાજે રૂ.100 કરોડના ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યા છે. ગુજરાતની ઉન્નતિ થાય અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતની જનતાની નારાયણ બની સેવા કરે એવા આશીર્વચન પાઠવ્યા હતા.
આ પ્રસંગે સાંસદ દેવુંસિંહ ચૌહાણ,ધારાસભ્યો પંકજ દેસાઈ,સંજયસિંહ મહીડા,કલ્પેશ પરમાર,રાજેશ ઝાલા,સંત નિત્યસ્પરૂપ સ્વામી, જ્ઞાનજીવન સ્વામી તેમજ સંતો,મહંતો સહિત દેશ વિદેશના હરિભક્તો,રાજકીય અને સામાજિક અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Tags: CM BHUPENDRA PATELGOVERMENT OF GUJARATGujaratSLIDERSWAMINARAYANTOP NEWSVADTALvadtal bicentenary ceremony
ShareTweetSendShare

Related News

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?
આંતરરાષ્ટ્રીય

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

Latest News

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

કેબિનેટમાં લેવાયા મહત્વના નિર્ણયો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી

કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તર પ્રદેશના જેવરમાં ભારતના છઠ્ઠા સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી

અત્યાર સુધીમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ 5 સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપવામાં આવી

આ શ્રેણીમાં બીજું સુપર-એડવાન્સ્ડ યુનિટ છે તે HCL અને ફોક્સકોનનું સંયુક્ત સાહસ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.