હેડલાઈન :
- ભારત સામે પ્રથમ ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત
- બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે 13 ઓસ્ટ્રેલિયન ખેલાડાઓની ટીમ
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રૃંખલા રમાશે
- 22 નવેમ્બરથી સિરીઝ શરૂ થશે પ્રથમ ટેસ્ટ મેચ પર્થમાં રમાશે
ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ એટલે કે બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે તેની ટીમની જાહેરાત કરી છે.ત્યારે આવો જાણીએ કે કોણ હશે નવા પ્લેયર અને કોણ યથાવત રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ એટલે કે બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે તેની ટીમની જાહેરાત કરી છે.જેમાં પ્રથમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી,જોશ હેઝલવૂડ,ટ્રેવિસ હેડ,જોશ ઈંગ્લિસ,ઉસ્માન ખ્વાજા,માર્નસ લાબુશેન,નાથન લિયોન,મિશેલ માર્શ,નાથન મેકસ્વીની,સ્ટીવ સ્મિથ અને મિશેલ સ્ટાર્કનો સમાવેશ કરાયો છે.
ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ એટલે કે બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે તેની ટીમની જાહેરાત કરી છે.બંને ટીમો વચ્ચે 22 નવેમ્બરથી સિરીઝ શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ પર્થમાં રમાશે.ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ રવિવારે પ્રથમ ટેસ્ટ માટે 13 સભ્યોની ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત કરી હતી.ટીમમાં યુવા નાથન મેકસ્વીનીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મેકસ્વીએ તાજેતરમાં ભારત A સામે તેની બેટિંગથી પ્રભાવિત કર્યા છે.આ સિવાય વિકેટકીપર જોશ ઈંગ્લિસને પણ પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બેટ્સમેન ઉસ્માન ખ્વાજા,માર્નસ લાબુશેન,સ્ટીવ સ્મિથ ટીમને તાકાત આપશે.આ સાથે જ ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શ અને વિકેટકીપર એલેક્સ કેરીનો સમાવેશ થાય છે.
ઝડપી બોલરોમાં સ્કોટ બોલેન્ડની સાથે કેપ્ટન પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડનો સમાવેશ થાય છે.અનુભવી નાથન લિયોન સ્પિન બોલિંગમાં જોવા મળશે. પસંદગીકારોના અધ્યક્ષ જ્યોર્જ બેઈલી માને છે કે ટીમ સારી રીતે સંતુલિત છે અને જો મેકસ્વીનીને ડેબબેઇલીએ કહ્યું કે મેકસ્વિનીએ એવા ગુણો દર્શાવ્યા છે જે અમને લાગે છે કે તે ટેસ્ટ ક્રિકેટ માટે સારી રીતે તૈયાર થશે.તેમજ ડોમેસ્ટિક ક્રિકેટમાં તેનો તાજેતરનો રેકોર્ડ સારો છે.
બેઇલીએ કહ્યું કે મેકસ્વિનીને ડેબ્યૂ કરવાની તક મળશે તો સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખે છે.મેકસ્વિનીએ એવા ગુણો દર્શાવ્યા છે જે અમને લાગે છે કે તે ટેસ્ટ ક્રિકેટ માટે સારી રીતે તૈયાર થશે.તેમજ ડોમેસ્ટિક ક્રિકેટમાં તેનો તાજેતરનો રેકોર્ડ સારો છે.તેણે કહ્યું, “જોશ શેફિલ્ડ શિલ્ડ સ્પર્ધામાં શાનદાર ફોર્મમાં છે અને તે ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવાનો હકદાર છે. તેણે કહ્યું કે ટીમ સંતુલિત છે અને રોમાંચક શ્રેણી માટે એન્ડ્રુ અને પેટને જરૂરી વિકલ્પો પૂરા પાડે છે.
SORCE : હિન્દુસ્તાન સમાચાર