હેડલાઈન :
- વડોદરાની કોયલી રિફાઇનરીમાં પ્રચંડ બ્લાસ્ટ
- IOCL રિફાઇનરીની સ્ટોરેજ ટેંકમાં પ્રચંડ ધડાકો
- ધડાકા બાદ રિફાઇનરીમાં વિકરાળ આગ ભભૂકી
- આપપાસનો વિસ્તાર ધણધણી ઉઠ્યો લોકો દોડી આવ્યા
- મોડી રાત્રે આગ પર કાબુ મેળવવામાં વડિવટી તંત્ર સફળ
- ઘટનામાં બે ના મોત તો ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી
ગુજરાતના વડોદરાની કોયલી રિફાઈનરીમાં ગત રોજ એટલે સોમવારની સાંજે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો.IOCL રિફાઇનરીની સ્ટોરેજ ટેંકમાં પ્રચંડ ધડાકો થયા બાદ વિકરાળ આગ ભભૂકી
– પ્રચંડ બ્લાસ્ટને લઈ આપસાપનો વિસ્તાર ધણધણી ઉઠ્યો
બ્લાસ્ટને લઈ લાંબા અંતર સુધીનો વિસ્તાર ધણધણી ઊઠ્યો હતો.જોકે આગ પર કાબુ મેળવવા વહીવટીતંત્ર કામે લાગ્યું હતુ અને 10 ફાયર ફાઈટર કામે લાગ્યા હતા,જોકે વધુ એક બ્લાસ્ટ થતા આગે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરતા 35 જેટલા ફાયર ફાઈટર કામે લગડ્યા હતા.આ કામગીરી મોડી રાત સુધી ચાલી હતી અને આખરે તેના કર કાબૂ મેળવવામાં આવ્યો હતો.આગને પગલે આસપાસની કંપનીઓમાં દહેશત ફેલાઈ હતી.
– વિકરાળ આગને કાબૂ લેવા ફાયર વિભાગની મદદ લેવાઈ
આગ એટલી વિકરાળ હતી કે નંદેશરી,ભરૂચ.અકલેશ્વર સહિત આસપાસની કંપનીઓના ફાયર ફાઈટરની મદદ લેવાઈ હતી.જાણવા મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા તો વળી ત્રણ લોકો ઘાયલ થયા હતા.નોંધનિય છે કે ઘટનાને પગલે IOCL માં બ્લાસ્ટ અને ત્યારબાદ આગની ઘટનાને લઈ રિફાઈનરી બહાર મોટી સંખ્યામાં કામદારો એકત્ર થયા હતા.
– શું વડોદરા શહેર જાવતા બોમ્બ પર બેઠું છે ?
જો કે હવે સવાલ એ પણ થાય કે શું વડોદરા શહેર જીવતા બોમ્બ પર બેઠુ છે? કારણ કે વડોદરા શહેરની આસપાસ લગભગ 1000 જેટલી નાની મોટી કેમિકલ ઈન્ટસ્ટ્રીઝ ધમધમે છે.આ સાથે જ ગુજરાત રિફાઈનરી,GSFC,GCL,IPCL જેવી મોટી કંપનીઓ પણ આવેલી છે.અને આવી કંપનીઓમાં વારંવાર અકસ્માતો સર્જાય થયેલા છે ત્યારે આ પ્રકારના સવાલ થવા સ્વાભાવિક છે.જોકે સદ નસીબે હાલ આ ઘટનામાં કોઈ મોટી જાન હાનિ થઈ નથી.
SORCE : ABP અસ્મિતા