Thursday, June 19, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાની ખૂબ જ ઉત્પાદક મુલાકાત પૂર્ણ કરી : વિદેશ મંત્રાલય

સંબોધનમાં PM મોદીએ ટકાઉ-હરિત માર્ગ દ્વારા ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરિયાત પર ભાર મૂક્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં 51મા G7 સમિટમાં ઊર્જા સુરક્ષા પર આઉટરીચ સત્રમાં ભાગ લીધો

બંને નેતાઓએ વિશ્વાસ પુનઃનિર્માણ-સંબંધોને ગતિ આપવા વરિષ્ઠ મંત્રી સ્તર ફરી જોડાણો પર ભાર મૂક્યો

આલ્બર્ટાના કનાનાસ્કિસ G7 સમિટમાં PM મોદી અને કેનેડાના PM માર્ક કાર્ની વચ્ચે દ્વિપક્ષીય બેઠક

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

શહેરી જનજીવન સુખાકારી વૃદ્ધિ સાથે ઈઝ ઓફ લિવિંગ વધારવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અભિગમ,શહેરી વિકાસ અન્વયે ફાળવણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 14 નગરો અને એક મહાનગરમાં બહુવિધ વિકાસ માટે 254 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 13, 2024, 02:49 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • CM ભૂપેન્દ્ર પટેલની14 નગરો-એક મહાનગર માટે વિકાસ કાર્યોને મંજૂરી
  • મુખ્યમંત્રીની બહુવિધ વિકાસ માટે 254 કરોડ રૂપિયાના કામોને મંજૂરી
  • જૂનાગઢ મહાનગરપાલિકાને રૂપિયા 40 કરોડની કરી ફાળવણી કરાઈ
  • સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે કરોડોની ફાળવણી
  • નગરોની ઓળખના કામો માટે રૂપિયા 64.93કરોડ ની ફાળવણી કરાઈ
  • ભૌતિક આંતર માળખાકીય સુવિધાઓના કામો માટે રૂ.126.08 કરોડ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 14 નગરો અને એક મહાનગરમાં બહુવિધ વિકાસ માટે 254 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 14 નગરો અને એક મહાનગરમાં બહુવિધ વિકાસ માટે 253 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે.જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાને રૂપિયા 40 કરોડની કરી ફાળવણી કરાઈ તો જસ દણ-હાલોલ-વિરમગામ-પારડી-પાટણ-વેરાવળ-બોટાદ-પોરબંદર-છાયા તેમજ ચોરવાડ-ટંકારા અને કરમસદ-ઉમરગામ-બિલીમોરા તથા વાઘોડિયા નગરપાલિકાઓને પણ લાભ મળશે.

– સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ફાળવણી
1. નગરોની આગવી ઓળખના કામો માટે રૂ. 64.93 કરોડ
2. ભૌતિક આંતર માળખાકીય સુવિધાઓના કામો માટે રૂ126.08 કરોડ
3. આઉટગ્રોથ વિસ્તાર વિકાસ-ખાનગી સોસાયટી જનભાગીદારીના કામો માટે રૂ59.68 કરોડ

– સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2026-27સુધી લંબાવાઈ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિથી ઈઝ ઓફ લિવિંગ વધારવાના હેતુસર ૧૪ નગરો અને એક મહાનગરમાં બહુવિધ વિકાસ કામો માટે 253.94કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.સરકારના આ નિર્ણયને પ્રદીપભાઈ ખીમાણીએ આવકાર્યો છે.રાજ્યના વધતા શહેરીકરણના પડકારોને તકમાં પલટવા ગુજરાતની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષ 2010 થી શરૂ થયેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2026-27સુધી લંબાવવામાં આવી છે.

– CM ભૂપેન્દ્ર પટેલની14 નગરો-એક મહાનગર માટે વિકાસ કાર્યોને મંજૂરી

ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટના પરિણામે વધતા જતા વ્યાપાર-ઉદ્યોગોને કારણે તીવ્ર બનેલા શહેરીકરણના પડકારોને તકમાં પલટાવવા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2010 માં ગુજરાતની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરાવી હતી.આ યોજનાની ઉત્તરોત્તર સફળતાને પગલે તેને 2026-27 સુધી ચાલુ રાખવામાં આવી છે.નગરો-મહાનગરોમાં લોક સુવિધા-સુખાકારીના કામો માટે આ યોજના અંતર્ગત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને રકમ ફાળવવામાં આવે છે.

તદઅનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આ 253.94 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તેમણે જસદણ નગરપાલિકાને ભાદર નદી પર રિવરફ્રન્ટના આગવી ઓળખના કામ માટે રૂ. 6 કરોડ,હાલોલ નગરપાલિકામાં ટાઉનહોલ નિર્માણ માટે રૂ. 10.29 કરોડ અને વિરમગામ નગરપાલિકામાં રોડ વાઈડનીંગ અને નવીન ફોર્ટ વોલ માટે રૂ.8.64 કરોડના કામોની મંજૂરી આપી છે.એટલું જ નહીં, જુનાગઢ મહાનગરપાલિકાને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ,ટાઉનહોલ તેમજ નરસિંહ વિદ્યા મંદિર બિલ્ડીંગ હેરિટેજના કામ માટે 40 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

– શહેરની આગવી ઓળખ ઉભી થાય તેવા કામો માટે ફાળવણી

શહેરની આગવી ઓળખ ઉભી થાય તેવા કામોમાં હેરિટેજ અને પ્રવાસન, પ્રદર્શન હોલ, ટ્રાફિક સર્કલ આઇલેન્ડ્સ, વોટર બોડી લેન્ડ સ્કેપિંગ,રીવરફ્રન્ટ,લેક બ્યુટીફિકેશન, મ્યુઝિયમ,આઈકોનિક બ્રિજ વગેરે કામો તેમજ શહેરોની શોભામાં અભિવૃદ્ધિ કરતા આઇકોનિક કામોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ પારડી નગરપાલિકાને વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામો માટે રૂપિયા 25.29 કરોડ તથા પાટણ નગરપાલિકાને આ જ પ્રકારના કામો માટે રૂપિયા 25.52 કરોડ મંજૂર કર્યા છે. વેરાવળ-પાટણ નગરપાલિકાને સોમનાથ ટ્રસ્ટ એરીયા અને વેરાવળ પાટણના બાકી રહેતા વિસ્તારો માટે ભૂગર્ભ ગટર અને પાણી પુરવઠાના કામો માટે રૂ.26.69 કરોડ મુખ્યમંત્રીએ મંજૂર કર્યા છે.આ ઉપરાંત તેમણે કરમસદ નગરપાલિકાને રૂ.24.54 કરોડ,ઉમરગામ નગરપાલિકાને રૂ.14.93કરોડ તથા બિલીમોરા નગરપાલિકાને રૂ.9.11 કરોડ ભૂગર્ભ કરોડ યોજના માટે મંજૂર કર્યા છે.

– સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂરી

ભૌતિક આંતરમાળખાકિય સુવિધાના આ કામો અન્વયે સમગ્રતયા કુલ રૂ.126.8 કરોડના કામોને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂરી આપવામાં આવી છે.સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના કામોમાં પાણી પુરવઠા,ભૂગર્ભ ગટર વ્યવસ્થાપન, વોટર, ડ્રેનેજ કામો,જળસિંચનના કામો,સ્લમ વિસ્તારમાં પાયાની સુવિધાના કામો વગેરેનો સમાવેશ કરવામાં આવેલો છે. ભૂપેન્દ્ર પટેલે આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો હેઠળ બોટાદ નગરપાલિકાને સી.સી. રોડ બનાવવાના 60 કામો માટે રૂ. 5.94 કરોડ મંજૂર કર્યા છે. આ ઉપરાંત પોરબંદર-છાયા નગરપાલિકા ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાંથી પીવાના પાણીની પાઇપલાઇન, સી.સી. રોડ અને LED સ્ટ્રીટ લાઈટના કામો માટે રૂ. 53.68 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.

ચોરવાડ નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતાં 2.1 કિ.મી.લંબાઇના NHAIના રોડના નવીનીકરણ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના તહેત રૂ. 2.52 કરોડ ફાળવવામાં આવ્યા છે.આ સાથે ટંકારા અને વાઘોડિયા નગરપાલિકાને ચોમાસામાં વરસાદના કારણે નુક્શાન પામેલા રસ્તાઓના રિસર્ફેસીંગ-રીપેરીંગ માટે 80 લાખ રૂપિયા મુખ્યમંત્રીએ મંજુર કર્યા છે.આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં 2010થી અત્યાર સુધીમાં 61,977 કરોડ રૂપિયાનું બજેટ પ્રાવધાન થયેલું છે.

– લોકહિત કામો માટે રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી ગ્રાન્ટ 

આ બજેટ પ્રાવધાન અન્વયે રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને આંતરમાળખાકીય વિકાસના 67,360 કામો મંજૂર કરીને રૂ.32,647 કરોડ ગ્રાન્ટ ચૂકવવામાં આવી છે.મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત મહાનગરો-નગરો મળી કુલ 6462 કામો માટે રૂ.3110૩ કરોડ રૂપિયાની ગ્રાન્ટ રાજ્ય સરકારે આપી છે.આ ઉપરાંત આઉટગ્રોથ વિસ્તારના 1214કામો માટે રૂ.18,87.56 કરોડ ચૂકવવામાં આવેલા છે.એટલું જ નહીં, આગવી ઓળખના 201 કામો માટે રૂ.1591.11કરોડની ગ્રાન્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂર કરી છે નગરો ,મહાનગરોમાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના 43,804 કામોને મંજૂરી આપીને રૂ.2431.51 કરોડની ગ્રાન્ટ આવા લોકહિત કામો માટે રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે.

Tags: CM BHUPENDRA PATELGandhinagarGOVERMENT OF GUJARATJUNAGADHSILDERTOP NEWSURBAN
ShareTweetSendShare

Related News

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી
જનરલ

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી
જનરલ

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ

જગન્નાથ રથયાત્રા :  અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ
કલા અને સંસ્કૃતિ

જગન્નાથ રથયાત્રા : અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે
જનરલ

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે

Latest News

સાંજના મહત્વના સમાચાર 18 જૂન 2025

સાંજના મહત્વના સમાચાર 18 જૂન 2025

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

સવારના મહત્વના સમાચાર 18 જૂન 2025

સવારના મહત્વના સમાચાર 18 જૂન 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાની ખૂબ જ ઉત્પાદક મુલાકાત પૂર્ણ કરી : વિદેશ મંત્રાલય

સંબોધનમાં PM મોદીએ ટકાઉ-હરિત માર્ગ દ્વારા ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરિયાત પર ભાર મૂક્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં 51મા G7 સમિટમાં ઊર્જા સુરક્ષા પર આઉટરીચ સત્રમાં ભાગ લીધો

બંને નેતાઓએ વિશ્વાસ પુનઃનિર્માણ-સંબંધોને ગતિ આપવા વરિષ્ઠ મંત્રી સ્તર ફરી જોડાણો પર ભાર મૂક્યો

આલ્બર્ટાના કનાનાસ્કિસ G7 સમિટમાં PM મોદી અને કેનેડાના PM માર્ક કાર્ની વચ્ચે દ્વિપક્ષીય બેઠક

હથિયારોના વેપારી કેસમાં રોબર્ટ વાડ્રા આજે ED સમક્ષ હાજર થશે

જમ્મુ-કાશ્મીર : પહેલગામ આતંકવાદી હુમલા બાદ બંધ કરાયેલા ઘણા પર્યટન સ્થળો આજથી ફરી ખુલશે

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.