હેડલાઈન :
- ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે ચાર મેચોની T20 શ્રેણી
- શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યુ
- રોમાંચક મુકાબલામાં દક્ષિણ આફ્રિકાની 11 રને હાર
- પ્રથમ બેટિંગ કરતા ભારતે 19 ઓવરમાં 219 રન બનાવ્યા
- લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકા 208 રને ઓલ આઉટ
- ભારત તરફથી તિલક વર્માની કેરિયરની પ્રથમ સદી ફટકારી
T20 ચાર મેચોની સિરિઝની ત્રીજી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવી 2-1 થી સરસાઈ મેળવી,બંને દેશો વચ્ચે રોમાંચક મુકાબલો જામ્યો હતો.
https://twitter.com/GujaratiDailyT/status/1856909503280943335
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ચાર T20 મેચોની શ્રેણીની ત્રીજી મેચમાં,ભારતે દક્ષિણ આફ્રિકાને 11 રને હરાવ્યું.આ જીત સાથે ભારતીય ટીમે શ્રેણીમાં 2-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે.ભારતની જીતનું મુખ્ય પરિબળ મધ્યમ ક્રમના બેટ્સમેન તિલક વર્માની શાનદાર બેટિંગ હતી, જેણે 51 બોલમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી.
ભારતે આપેલા 220 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે દક્ષિણ આફ્રિકાની ટીમે જોરદાર જુસ્સો બતાવ્યો હતોપરંતુ તે લક્ષ્ય હાંસલ કરી શકી નહોતી.યજમાન ટીમ માટે હેનરી ક્લાસને 41 રન,કેપ્ટન એડન માર્કરામે 29 રન,રેઝા હેન્ડ્રીક્સે 21 રન અને રેયાન રિક્લેટને 20 રન બનાવ્યા હતા.જોકે, છેલ્લી ઓવરમાં માર્કો જેન્સને ધમાકેદાર શોટ ફટકારીને ટીમને જીતની નજીક લઈ ગઈ હતી.યાનસને 17 બોલમાં 54 રન બનાવ્યા હતા પરંતુ ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો.દક્ષિણ આફ્રિકાની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટે 208 રન જ બનાવી શકી હતી.તો ભારત તરફથી અર્શદીપ સિંહે ત્રણ અને વરુણ ચક્રવર્તીએ બે વિકેટ ઝડપી હતી. તે જ સમયે, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલને એક-એક સફળતા મળી હતી.
આ પહેલા ટોસ હાર્યા બાદ ફરી એકવાર ભારતીય ટીમે બેટિંગ કરીને 219 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો.જોકે ટીમની શરૂઆત સારી રહી ન હતી.ઓપનર સંજુ સેમસન ઇનિંગના બીજા બોલ પર ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો.આ પછી બેટિંગ કરવા આવેલા તિલક વર્માએ અભિષેક શર્મા સાથે મળીને દાવને આગળ વધાર્યો અને ઝડપી ગતિએ રન પણ બનાવ્યા.બંને વચ્ચે બીજી વિકેટ માટે 106 રનની ભાગીદારી થઈ હતી.અભિષેક 25 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો.
આ પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ એક રન બનાવીને જલ્દી પેવેલિયન પરત ફર્યો હતો.હાર્દિક પંડ્યાએ 18 રન, રિંકુ સિંહે 8 રન અને રમનદીપ સિંહે 15 રનનું યોગદાન આપ્યું હતું. આ દરમિયાન તિલક વર્માએ પોતાની T20 કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી.તિલક 56 બોલમાં 107 રન બનાવીને અણનમ રહ્યો હતો.દક્ષિણ આફ્રિકા તરફથી કેશવ મહારાજ અને એન્ડીલે સિમેલેને બે-બે વિકેટ લીધી હતી.જ્યારે માર્કો યાનસનને સફળતા મળી હતી.
SORCE : હિન્દુસ્તાન સમાચાર