હેડલાઈન :
- ભગવાન બિરસા મુંડાની આજે 150 મી જન્મજયંતિ
- વડાપ્રધાન મોદી જન્મજયંતિ ઉત્સવમાં સહભાગી બન્યા
- બિહારના જમુઈથી બિરસા મુંડા જન્મજયંતિ ઉત્સવ શરૂ કરાવ્યો
- PM મોદીએ સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટનું અનાવરણ કર્યુ
- વડાપ્રધાન મોદીએ વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન-શિલાન્યાસ કર્યા
- રૂ.6,640 કરોડથી વધુના ખર્ચની અનેક વિકાસ યોજનાઓનો સમાવેશ
- PM મોદીએ આદિવાસી ગૌરવ દિવસ પર આયોજિત પ્રદર્શન નિહાળ્યુ
પીએમ મોદી આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીનું ઉદ્ઘાટન કરતા સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડ્યા હતા.
– PM મોદીએ બિરસા મુંડાની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા બિહારના જમુઈ પહોંચ્યા હતા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમનું સ્વાગત કર્યું.તે પૂર્વે તેમણે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી પરંપરાગત દુદુંભી એટલે કે નગારા પર હાથ અજમાવ્યો હતો.તો તેઓ આદિવાસી નૃત્ય પર ઓળઘોળ થયા હતા.
-ભગવાન બિરસા મુંડાના સન્માનમાં સ્મારક સિક્કા-ટપાલ ટિકિટનું અનાવરણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીની શરૂઆત કરાવી છે.જેમાં તેમણે ભગવાન બિરસા મુંડાના સન્માનમાં સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટનું અનાવરણ કર્યુ તો તેઓ રૂ.6,640 કરોડથી વધુના ખર્ચની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યા હતા.વડાપ્રધાન મોદી જમૂઈમાં આદિવાસી ગૌરવ દિવસ પર આયોજિત કાર્યક્રમમાં એક પ્રદર્શનમાં હતા,જ્યાં આદિવાસી સમુદાયો સંબંધિત વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવી રહ્યા હતા.આવો જ એક સ્ટોલ ધર્મદુરાઈ જી અને એઝિલારાસી જીનો હતો.તે તમિલનાડુના અરિયાલુર જિલ્લાનો છે તેઓ ઈરુલા જનજાતિનો છે.
– આપણે આદિવાસી ગૌરવની શરૂઆત કરી રહ્યા છીએ
આ પ્રસંગે જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું”આજે જ્યારે આપણે આદિવાસી ગૌરવની શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે આ ઘટનાની શા માટે જરૂર હતી તે સમજવું ખૂબ જ જરૂરી છે.આ ઇતિહાસમાં એક મોટા અન્યાયને સુધારવાનો માર્ગ છે.”આદિવાસી સમાજને તે સ્થાન આપવામાં આવ્યું નથી જે તે ભારતની સંસ્કૃતિ અને સ્વતંત્રતા માટે સેંકડો વર્ષોની લડાઈનું નેતૃત્વ કરે છે પરંતુ આઝાદી પછીના દાયકાઓમાં આની પાછળ એક સ્વાર્થી રાજનીતિ હતી,પરંતુ માત્ર એક પક્ષ અને એક પરિવારે આઝાદી અપાવી તો પછી ભગવાન બિરસા મુંડાનું આંદોલન શું હતું?
– ધરતી આબા ધરતી આબા આદિવાસી ગામ ઉત્કર્ષ અભિયાન
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “થોડા દિવસો પહેલા જ આપણે દેશના 60,000 થી વધુ આદિવાસી ગામોના વિકાસ માટેધરતી આબા આદિવાસી ગામ ઉત્કર્ષ અભિયાન રૂપે એક વિશેષ યોજના શરૂ કરી છે.જે અંતર્ગત લગભગ રૂ. 80,000ની ફાળવણી કરવામાં આવી છે.આદિવાસી ગામડાઓને આદિવાસી સમાજને જરૂરી સુવિધાઓ પૂરી પાડવાનો હેતુ છે અને આ યોજના હેઠળ યુવાનો માટે ‘હોમ સ્ટે’ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે વિસ્તારો અને ઈકો-ટૂરિઝમની કલ્પના આજે આપણા જંગલોમાં અને આદિવાસી પરિવારોમાં શક્ય બનશે અને પછી સ્થળાંતર અટકશે અને પ્રવાસન વધશે.
– ભગવાન બિરસા મુંડાનું દેશની આઝાદી-આદિવાસી સમાજના ઉત્થાનમાં યોગદાન
તો વળી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સભાને સંબોધતા કહ્યું કે,”વડાપ્રધાન દેશ માટે દરેક કામ કરી રહ્યા છે અને બિહારને સંપૂર્ણ મદદ પણ કરી રહ્યા છે.આજે જમુઈમાં ભગવાન બિરસા મુંડાના જન્મદિવસ પર આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે.ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજના એવા હીરો હતા જેમણે આદિવાસી સમાજના લોકો માટે લડત ચલાવી હતી.તેમના જન્મ સમયે બંગાળ,બિહારઓડિશા બધા એક રાજ્ય હતા.ઝારખંડ વર્ષ 2000 માં અલગ બન્યું તે સમયે તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઝારખંડ રાજ્ય બનાવવાનો નિર્ણય લીધો હતો.તેમણે ઉમેર્યુ કે ભગવાન બિરસા મુંડાનું દેશની આઝાદી અને આદિવાસી સમાજના ઉત્થાનમાં મોટું યોગદાન હતું..”