હેડલાઈન :
- ડોમિનિકા PM દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કરશે વિશેષ સન્માન
- PM મોદીનું “ડોમિનિકા ઓર્ડર ઓફ ઓનર”થી સન્માનિત કરશે
- કોરોનાકાળમાં મદદ કરવા બદલ PM મોદીનું કરશે સર્વોચ્ચ સન્માન
- બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો માટે પણ અપાઈ રહ્યુ છે સન્માન
- ગુયાના ખાતે ઈન્ડિયા-કેરીકોમ સમિટ દરમિયાન અપાશે વિશેષ સન્માન
- રાષ્ટ્રપતિ સિલ્વાની બટર્નના હસ્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બહુમાન
ભારતે કોરોનાકાળમાં મદદ કરવા બદલ ડોમિનિકા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેનું સર્વોચ્ચ સન્માન આપશે.જેમાં PM મોદીને ‘ડોમિનિકા ઓર્ડર ઓફ ઓનર’થી સન્માન કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોમનવેલ્થ ઓફ ડોમિનિકા ના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર “ડોનિનિકા ઓર્ડર ઓફ ઓનર”થી સન્માનિત કરવામાં આવશે.આ સન્માન કોવિડ-19 મહામારી દરમિયાન ભારત દ્વારા ડોમિનિકાને આપેયેલી મદદ તેમજ બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો માટે અપાઈ રહ્યુ છે.
– ડોમિનિકા PM મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એકવાર સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.કોમનવેલ્થ ઓફ ડોમિનિકા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.તેમના દેશનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ” ડોનિમિક ઓર્ડર ઓફ ઓનર “એનાયત કરાશે.આ પુરસ્કાર કોવિડ-19 મહામારી દરમિયાન ડોનિમિકામા PM મોદીના યોગદાન,ઉપરાંત ભારત-ડોનિમિકા વચ્ચેની ભાગીદારી મજબૂત કરવા માટેના સમર્પણમાં આપવામાં આવી રહ્યો છે.
– જાણો શું છે આ પુરસ્કાર
કોમનવેલ્થ ઑફ ડોમિનિકાએ તેના પત્રમાં જણાવ્યું છે કે કોમનવેલ્થ ઑફ ડોમિનિકા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ‘ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર’ એનાયત કરશે.આ એવોર્ડ કોવિડ-19 રોગચાળા દરમિયાન ડોમિનિકામાં તેમના યોગદાન અને ભારત અને ડોમિનિકા વચ્ચેની ભાગીદારીને મજબૂત કરવા માટેના તેમના સમર્પણને માન્યતા આપે છે.ગુયાનામાં આગામી ઈન્ડિયા-કેરીકોમ સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ સિલ્વાની બર્ટનના હસ્તે આ એવોર્ડ આપવામાં આવશે.
ભારતે પહોંચાડી હતી કોવિડ વેક્સિન
– કોવિડ-19 વખતે ભારતે પહોંચાડી વેક્સિન
આ પત્રમાં વધુમાં લખાયું છે કે,ફેબ્રુઆરી 2021માં ભારતે ડોમિનિકાને એસ્ટ્રાઝેનેકા કોવિડ-19 રસીના 70,000 ડોઝ પૂરા પાડ્યા હતા.જેનાથી ડોમિનિકા તેના કેરેબિયન પાડોશીઓને મદદ કરી શકે.આ પુરસ્કાર પીએમ મોદીના નેતૃત્વ હેઠળ આરોગ્ય સંભાળ,શિક્ષણ,માહિતી ટેક્નોલોજી અને આબોહવા સ્થિતિસ્થાપકતા નિર્માણ પહેલમાં ડોમિનિકાને ભારતના સમર્થનમાં પણ સ્વીકારે છે.
– ડોમિનિકાએ આભારની લાગણી વ્યક્ત કરી
વડાપ્રધાન સ્કેરિટે વૈશ્વિક આરોગ્ય કટોકટી દરમિયાન પીએમ મોદીના નોંધપાત્ર સમર્થનને હાઇલાઇટ કરીને તેમની એકતા માટે ડોમિનિકાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ એવોર્ડ બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો અને આ ભાગીદારીને આગળ લઈ જવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
SORCE : NEWS 18