હેડલાઈન :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસે
- PM મોદીના પ્રવાસનો પ્રથમ તબક્કો પૂર્ણ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિયો ડી જાનેરો પહોંચ્યા
- રિયો ડી જાનેરોમાં આયોજિત G-20 સમિટમાં ભાગ લેશે
- સમિટમાં ભાગ લીધા બાદ ગયાના જવા રવાના થશે
G-20 સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલ પહોંચ્યા છે,જ્યાં વડાપ્રધાન મોદીનું સ્વાગત સન્માન કરવામાં આવ્યુ હતુ.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने ट्वीट किया, "ब्राजील में भारतीय संस्कृति का उत्सव। रियो डी जेनेरियो में यादगार स्वागत के लिए आभार।" pic.twitter.com/tOZrmjQGbo
— ANI_HindiNews (@AHindinews) November 18, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિયો ડી જાનેરોમાં આયોજિત G-20 સમિટમાં ભાગ લીધા બાદ ગયાના જવા રવાના થશે.તેઓ જ્યોર્જટાઉનમાં બીજા કેરીકોમ-ઈન્ડિયા સમિટમાં ભાગ લેશે.ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ત્રણ દેશોના પ્રવાસનો પ્રથમ તબક્કો પૂર્ણ કર્યો અને બીજા તબક્કામાં બ્રાઝિલના રિયો ડી જાનેરો પહોંચ્યા. પ્રધાનમંત્રી 18 અને 19 નવેમ્બરે બ્રાઝિલમાં યોજાનારી 19મી જી-20 લીડર્સ સમિટમાં ભાગ લેશે.વડાપ્રધાને નાઈજીરીયામાં મુલાકાતનો પ્રથમ તબક્કો પૂર્ણ કર્યો.
વડાપ્રધાન મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર રિયો ડી જાનેરો એરપોર્ટની તસવીરો શેર કરી છે.વડાપ્રધાને તેમના X હેન્ડલ પર લખ્યું છે,”આ G-20 માં ભાગ લેવાની રિયો ડી જાનેરોની તક છે.” વડાપ્રધાનની ત્રણ દેશોની મુલાકાતનો ત્રીજો તબક્કો 21 નવેમ્બરે પૂર્ણ થશે.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी का ब्राजील में भारतीय समुदाय के सदस्यों द्वारा रियो डी जेनेरियो के एक होटल में गर्मजोशी से स्वागत किया गया। ब्राजील के वैदिक विद्वानों ने भी उनके सामने वैदिक मंत्रों का जाप किया।
(वीडियो: ANI/DD न्यूज) pic.twitter.com/E2A1kcTlU3
— ANI_HindiNews (@AHindinews) November 18, 2024
વડાપ્રધાન મોદી 16 નવેમ્બરે નવી દિલ્હીથી નાઈજીરિયા પહોંચ્યા હતા.ત્યાં 17 નવેમ્બરે રાષ્ટ્રપતિ વિલામાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.તેમણે રાષ્ટ્રપતિ ટીનુબુ સાથે પણ બેઠક યોજી હતી.વડાપ્રધાન મોદી રિયો ડી જાનેરોમાં આયોજિત G-20 સમિટમાં ભાગ લીધા બાદ ગયાના જવા રવાના થશે.તેઓ જ્યોર્જટાઉનમાં બીજી કેરીકોમ-ઈન્ડિયા સમિટમાં ભાગ લેશે.ગયાનાની મુલાકાત એ અર્થમાં ખાસ છે કે 1968 પછી ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત છે.
રશિયામાં બ્રિક્સની બેઠકના એક મહિનાથી પણ ઓછા સમયમાં વડાપ્રધાન મોદી બ્રાઝિલમાં ફરી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળી શકે છે.G-20 કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે પણ મુલાકાત કરશે.
SORCE : હિન્દુસ્તાન સમાચાર