હેડલાઈન :
- મણિપુર રાજ્યમાં ચાલી રહેલી હિંસાનો મામલો
- મણીપુરની સ્થિતિ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ચિંતા
- સંઘની સરકાર પાસે મણીપુરની સમસ્યાના ઉકેલની માંગ
- મણીપુરમાં હિંસાને કારણે નિર્દોષ લોકોને ઘણું નુકસાન થયુ
- સંઘે મહિલાઓ-બાળકોને મારી નાખવાન કૃત્યની નિંદા કરી
મણિપુર રાજ્યમાં ચાલી રહેલી હિંસા પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ચિંતા વ્યક્ત કરી છે,અને સરકાર પાસે આ સમસ્યાના ઉકેલની માંગ કરી છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ,મણિપુરે રાજ્યમાં ચાલી રહેલી હિંસા પર ચિંતા વ્યક્ત કરી છે અને સરકાર પાસે આ સમસ્યાના ઉકેલની માંગ કરી છે. સંઘના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે મણિપુરમાં ગયા વર્ષે 3 મેથી ચાલી રહેલી હિંસા હજુ સુધી અટકી નથી.
સંઘના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હિંસાને કારણે નિર્દોષ લોકોને ઘણું નુકસાન થયું છે.સંઘ મહિલાઓ અને બાળકોને પકડીને મારી નાખવાના અમાનવીય,ક્રૂર અને નિર્દય કૃત્યની નિંદા કરે છે.સંઘના મણિપુર એકમે કહ્યું કે આ કૃત્ય કાયરતાપૂર્ણ અને માનવતા અને સહઅસ્તિત્વના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ચાલી રહેલા સંઘર્ષને શક્ય તેટલી વહેલી તકે “પ્રામાણિકતાથી” ઉકેલવો જોઈએ.
નોંધનીય છે કે તાજેતરના દિવસોમાં હિંસક ગતિવિધિઓમાં અચાનક વધારો થયો છે. જીરીબામ જિલ્લામાં તાજેતરમાં સુરક્ષા દળો સાથેની અથડામણ દરમિયાન આતંકવાદીઓએ આઠ મહિલાઓ અને બાળકોનું અપહરણ કર્યું હતું. દરેકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
SORCE : હિન્દુસ્તાન સમાચાર