હેડલાઈન :
- આમ આદમી પાર્ટીને વિધાનસભા ચૂંટણી પહેલા ઝટકો
- પાર્ટીના વરિષ્ઠ નેતા કૈલાશ ગેહલોત ભાપજમાં જોડાયા
- ગેહલોતે પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપ્યું હતું
- મુખ્યમંત્રી અતિશીને પણ પત્ર લખી પ્રધાનમંડળથી રાજીનામુ ધર્યુ
- AAP માંથી રાજીનામુ આપ્યાના એક દિવસ બાદ કેસરીયો ધારણ કર્યો
- સોમવારે કૈલાશ ગેહલોતે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો
- કોઈ દબાણ કે અન્ય કારણોસર ભાજપમાં ન જોડાયાનો તેમનો દાવો
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને અરવિંદ કેજરીવાલના અંગત ગણાતા કૈલાશ ગેહલોતે AAPના સભ્યપદ તેમજ પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યા બાદ સોમવારે ભાજપમાં જોડાયા હતા.
#WATCH दिल्ली: दिल्ली के पूर्व मंत्री व पूर्व AAP नेता कैलाश गहलोत केंद्रीय मंत्री मनोहर लाल खट्टर और अन्य भाजपा नेताओं की मौजूदगी में भाजपा में शामिल हुए। pic.twitter.com/ZSq0FGWqkP
— ANI_HindiNews (@AHindinews) November 18, 2024
વિધાનનસભા ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો કારણ કે AAP ના વરિષ્ઠ નેતા અને અરવિંદ કેજરીવાલના ખૂબ જ નિકટતમ રહેલા કૈલાશ ગેહલોતે રવિવારે પાર્ટમાંથી રાજીનામુ ધરી દિધુ હતુ.અને તેના એક દિવસ બાદ એટલે કે સોમવારે તેમણે ભારતીય જનતા પાર્ટીનું કમળ સ્વિકારી લીધુ છે.કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર,જય પાંડા, દુષ્યંત ગૌતમ,હર્ષ મલ્હોત્રા અને અન્ય નેતાઓની હાજરીમાં કૈલાશ ગેહલોત ભાજપમાં જોડાયા હતા.
ગેહલોતે ટ્રાન્સપોર્ટ, ડબ્લ્યુસીડી, ગૃહ, વહીવટી સુધારણા અને આઈટી જેવા મહત્વપૂર્ણ પોર્ટફોલિયો સંભાળ્યા હતા અને AAPમાંથી તેમનું રાજીનામું વિધાનસભા ચૂંટણી પહેલા આવે છે.સૂત્રોનું અનુસાર તેઓ તેમની વર્તમાન બેઠક નજફગઢથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે કેટલાક લોકો એવું વિચારી રહ્યા હશે કે આ નિર્ણય રાતોરાત અને કોઈના દબાણમાં લેવામાં આવ્યો છે. હું તેમને કહેવા માંગુ છું કે આજ સુધી મેં ક્યારેય કોઈના દબાણમાં આવીને કંઈ કર્યું નથી. તેમણે કહ્યું કે હું સાંભળી રહ્યો છું કે એવી કહાની બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આ ED અને CBIના દબાણમાં કરવામાં આવ્યું છે પરંતુ આ બધું ખોટું છે.
કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે દિલ્હીના પૂર્વ મંત્રી કૈલાશ ગેહલોત ભાજપમાં જોડાયા છે.દિલ્હી સરકારના એક વરિષ્ઠ મંત્રી ભાજપમાં જોડાયા હોવાથી દિલ્હીના રાજકારણમાં એક મહત્વપૂર્ણ વળાંક છે.તેમણે કહ્યું કે મને ખાતરી છે કે તમે ભાજપમાં જોડાવાનો નિર્ણય લેતા પહેલા વડાપ્રધાન મોદી અને ભાજપનું કામ જોયું જ હશે,હું પાર્ટીમાં તમારું સ્વાગત કરું છું. મુખ્ય પ્રધાન આતિશીને લખેલા તેમના પત્રમાં,નજફગઢના ધારાસભ્ય ગેહલોતે તાત્કાલિક અસરથી મંત્રી પરિષદમાંથી રાજીનામું આપ્યું હતું.AAP કન્વીનર અરવિંદ કેજરીવાલને એક અલગ પત્રમાં,જે ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો,ગેહલોતે પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું પણ આપ્યું હતું.
કૈલાશ ગેહલોતે દાવો કર્યો હતો કે પાર્ટી કેજરીવાલના ભૂતપૂર્વ નિવાસસ્થાન “શેશમહલ” જેવા “શરમજનક અને વિચિત્ર” વિવાદોનો સામનો કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે લોકોના અધિકારો માટે લડવાને બદલે AAP પોતાના એજન્ડા માટે લડવામાં વ્યસ્ત છે,જેણે દિલ્હીમાં મૂળભૂત સેવાઓનો પુરવઠો લકવો કરી દીધો છે.
#WATCH दिल्ली: पूर्व AAP नेता कैलाश गहलोत के भाजपा में शामिल होने की खबरों पर AAP के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल ने कहा, "वे स्वतंत्र हैं, वे जहां चाहें जा सकते हैं…" pic.twitter.com/vOPtdqii0C
— ANI_HindiNews (@AHindinews) November 18, 2024
AAPના પૂર્વ નેતા કૈલાશ ગેહલોતના ભાજપમાં જોડાવાના અહેવાલો પર,AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું, “તે આઝાદ છે, તેઓ જ્યાં ઇચ્છે ત્યાં જઈ શકે છે…”
SORCE : પ્રભાસાક્ષી- હિન્દુસ્તાન સમાચાર