હેડલાઈન :
- મંગળવારે ભારતીય શેર બજારમાં તેજી પરત ફરી
- શેર બજારમાં બંને સૂચકાંક લીલા તોરણે ખુલ્યા હતા
- માર્કેટની મંગળમય શરૂઆત થતા રોકાણકારોમાં હાશકારો
- BSE સેન્સેક્સ 591.19 પોઈન્ટ વધીને 77,930.20 પર પહોંચ્યો
- NSE નિફ્ટી 188.5 પોઈન્ટના વધારા સાથે 23,642.30 પોઈન્ટ પર રહ્યો
- મંગળવારે ડોલર સામે રૂપિયો પણ મજબૂત થયો હતો
ઘણા સમય બાદ મંગળવારે ભારતીય શેર બજારની શરૂઆત મંગળમય રીતે થઈ જેમાં બંને મુખ્ય સૂચકાંક લીલા તોરણે જોવા મળ્યા એટલે કે સેન્સેક્સ અને નિફ્ટિ વધારા સાથે ખુલ્યા હતા.
ભારતીય શેરબજાર ઘણા દિવસોથી ઘટાડા સાથે ખુલી રહ્યું હતું પરંતુ મંગળવારે તેના પર રોક લાગી અને સેન્સેક્સ તેમજ નિફ્ટીની શરૂઆત લીલા રંગમાં થઈ હતી.મંગળવારે શરૂઆતના કારોબારમાં સ્થાનિક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો થયો હતો.મજબૂત વૈશ્વિક વલણો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદીએ પણ બજારની તેજીને વેગ આપ્યો હતો. બીએસઈ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 591.19 પોઈન્ટ વધીને 77,930.20 પર પહોંચ્યો હતો. NSE નિફ્ટી 188.5 પોઈન્ટના વધારા સાથે 23,642.30 પોઈન્ટ પર રહ્યો હતો.
– ભારતીય શેરબજારમાં ઉછાળાનું કારણ શું ?
અમેરિકન શેરબજારો સોમવારે તેજી સાથે બંધ થયા હતા.તેના કારણે મંગળવારે એશિયન બજારોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો.ખાસ કરીને જાપાનનો નિક્કી ઈન્ડેક્સ લગભગ 1 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.આનાથી ભારતમાં પણ રોકાણકારોનું મનોબળ વધ્યું અને તેઓએ ભારે ખરીદી કરી.સેન્સેક્સની ટોચની 30 કંપનીઓમાંથી 27 કંપનીઓ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહી હતી.માત્ર હિન્દુસ્તાન યુનિલિવર,બજાજ ફિનસર્વ અને આઈસીઆઈસીઆઈ બેંક જ રેડમાં હતા.મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ,અદાણી પોર્ટ્સ અને NTPCમાં મહત્તમ વૃદ્ધિ જોવા મળી હતી.આ તમામ શેર 2 ટકાથી વધુના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
– ભારતીય રૂપિયો પણ મજબૂત થયો
મંગળવારે શરૂઆતના કારોબારમાં રૂપિયો બે પૈસા મજબૂત થયો હતો.આંતરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં, રૂપિયો પ્રતિ ડોલર 84.39 પર ખૂલ્યો હતો અને પછી ઘટીને 84.40 પ્રતિ ડોલર થયો હતો,જે અગાઉના બંધ ભાવ કરતાં બે પૈસાનો વધારો દર્શાવે છે.સોમવારે યુએસ ડોલર સામે રૂપિયો 84.42 ના સ્તર પર બંધ થયો હતો. દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય ચલણો સામે યુએસ ડૉલરની સ્થિતિનું મૂલ્યાંકન કરે છે, તે 0.09 ટકા ઘટીને 106.10 પર હતો.જો કે વિદેશી ભંડોળનો સતત પ્રવાહ અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો રૂપિયા પર દબાણ લાવે છે,અન્યથા તે આજે વધુ મજબૂત થઈ શક્યો હોત.બ્રેન્ટ ક્રૂડની કિંમત આજે 0.19 ટકા વધીને 73.44 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે.છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશન દરમિયાન તેમાં 2 ટકાથી વધુનો વધારો થયો છે.
SORCE – અમર ઉજાલા – નવોદય ટાઈમ્સ