હેડલાઈન :
- મહારાષ્ટ્ર તેમજ ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે મતદાન
- મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો માટે મતદાન શરૂ થયુ
- બીજી તરફ ઝારખંડની 38 બેઠકો પર મતદાન શરૂ થયુ
- સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે
- ઝારખંડમાં 528 ઉમેદવારો માટે કુલ 1.23 કરોડ મતદારો
- PM નરેન્દ્ર મોદીની મહારાષ્ટ્ર-ઝારખંડના મતદારો જોગ અપીલ
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક ડો.મોહન ભાગવતે કર્યુ મતદાન
મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો અને ઝારખંડની 38 બેઠકો પર મતદાન શરૂ થયુ છે, PM મોદીએ લોકશાહીના તહેવારની ભવ્યતા વધારવા હાકલ કરી હતી.
નોંધનીય છે કે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 38 બેઠકો માટે સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે.આ તબક્કામાં કુલ 1.23 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.જ્યારે 528 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
महाराष्ट्र विधानसभा चुनाव के लिए और झारखंड विधानसभा चुनाव के दूसरे और अंतिम चरण के लिए मतदान शुरू हो गया है। झारखंड में आज 81 में से बची हुई 38 सीटों पर मतदान हो रहा है। महाराष्ट्र में सभी 288 विधानसभा सीटों पर मतदान हो रहा है। pic.twitter.com/Mzoplc6hKw
— ANI_HindiNews (@AHindinews) November 20, 2024
– મહારાષ્ટ્રમાં 288 બેઠકો માટે મતદાન
તો બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ મતદાન થઈ રહ્યું છે.મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે,રાજ્યના ઘણા વરિષ્ઠ નેતાઓની વિશ્વસનીયતા દાવ પર છે.આ મોટા નેતાઓના નામમાં શરદ પવાર, મુખ્યમંત્રી એકનાથ શિંદે,ઉદ્ધવ ઠાકરે,ડેપ્યુટી સીએમ અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસનો સમાવેશ થાય છે. રાજ્યમાં ભાજપ 149 બેઠકો પર, શિવસેના 81 બેઠકો પર અને અજિત પવારની આગેવાની હેઠળની NCP 59 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.
– વિપક્ષી ગઠબંધન કેટલી બેઠકો પર ચૂંટણી
વિપક્ષી ગઠબંધનની વાત કરીએ તો કોંગ્રેસે 101 સીટો પર,શિવસેના (UBT) 95 અને NCP (SP) 86 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.શિવસેનાના બંને ઉમેદવારો 50 થી વધુ બેઠકો પર એકબીજાની વિરુદ્ધ છે,જ્યારે 37 બેઠકો પર બંને પવારોએ તેમના ઉમેદવારો ઉભા રાખ્યા છે.બીજી તરફ ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 12 જિલ્લાની 38 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.
– બંને વિધાનસભા ચૂંટણી માટે ચુસ્ત બંદોબસ્ત
બીજા તબક્કામાં 14,218 બૂથ પર મતદાન થઈ રહ્યું છે.આ દરમિયાન સુરક્ષાને લઈને નક્કર અને કડક વ્યવસ્થા કરવામાં આવી છે.રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી કે રવિકુમારે જણાવ્યું કે 38 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.તેમણે કહ્યું કે સવારથી જ બૂથ પર મતદારોની ભીડ જોવા મળી રહી છે.મતદાન મથકોની સુરક્ષા માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની 585 કંપનીઓ, જેએપીની 60 કંપનીઓ ઉપરાંત જિલ્લા દળોના 30 હજાર જવાનો અને હોમગાર્ડ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
– ઝારખંડની 38 બેઠકો માટે મતદાન
#WATCH दुमका, झारखंड: #JharkhandElection2024 के दूसरे चरण के तहत 38 सीटों पर मतदान शुरू हुए। pic.twitter.com/RLl4f0i36t
— ANI_HindiNews (@AHindinews) November 20, 2024
ઝારખંડના રાજમહેલ,બોરિયો,બરહેત,લિટ્ટીપારા,પાકુર,મહેશપુર,શિકારીપાડા,નાલા,જામતારા,દુમકા,જામા, જારમુન્ડી,માધુપુર,સરથ,દેવઘર,પૌડેયાહાટ,ગોડ્ડા,મહાગામા,રામગઢ,માંડુ,ધનવર,બગોદર,જામુઆ,ગંદી ગિરિડીહ,ડુમરી,ગોમિયા,બર્મો,બોકારો,ચંદનકિયારી,સિંદરી,નિરસા,ધનબાદ,ઝરિયા,ટુંડી,બાઘમારા,સિલ્લી અને ખિજરી બેઠકો પર શરૂઆત થઈ છે.
– PM નરેન્દ્ર મોદીએ મતદારોને કરી અપીલ
https://x.com/narendramodi/status/1859040180331835862
ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર અને ઝારખંડના મતદારોને આજે લોકશાહીના તહેવારની સુંદરતા વધારવા માટે આહ્વાન કર્યું છે.આજે બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે.વડાપ્રધાન મોદીએ સવારે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું,“મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તમામ સીટો માટે આજે મતદાન થશે.હું રાજ્યના મતદારોને વિનંતી કરું છું કે તેઓ પૂરા ઉત્સાહ સાથે તેનો ભાગ બને અને લોકશાહીના પર્વની સુંદરતામાં વધારો કરે.આ પ્રસંગે તમામ યુવા અને મહિલા મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા અપીલ છે.
https://x.com/narendramodi/status/1859040045933752734
તેમણે બીજી પોસ્ટમાં લખ્યું,“આજે ઝારખંડમાં લોકશાહીના મહાન તહેવારનો બીજો અને અંતિમ તબક્કો છે.હું તમામ મતદારોને આમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા વિનંતી કરું છું.આ અવસર પર, હું ખાસ કરીને મારા તમામ યુવા મિત્રોને અભિનંદન આપું છું જેઓ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે. તમારો દરેક મત રાજ્યની શક્તિ છે.
#WATCH नागपुर, महाराष्ट्र: RSS प्रमुख मोहन भागवत ने कहा, "लोकतंत्र में मतदान करना नागरिक का कर्तव्य है। हर नागरिक को यह कर्तव्य निभाना चाहिए। मैं उत्तराखंड में था, लेकिन कल रात मैं अपना वोट डालने के लिए यहाँ आया। सभी को मतदान करना चाहिए…"#MaharashtraAssemblyElections2024 https://t.co/athZZSeE1X pic.twitter.com/vg9mtiMLMS
— ANI_HindiNews (@AHindinews) November 20, 2024
– સર સંઘચાલક ડો.મોહન ભાગવતે કર્યુ મતદાન
તો મહારાષ્ટ્રના નાગપુરથી રાષ્ટ્રીય સેવયંસેવક સંઘના સર સંઘચાલક ડો.મોહન ભાગવતે મતદાન કર્યા હાદ કહ્યુ કે, “લોકશાહીમાં મતદાન કરવું એ નાગરિકનું કર્તવ્ય છે.દરેક નાગરિકે આ ફરજ નિભાવવી જોઈએ.હું ઉત્તરાખંડમાં હતો,પરંતુ ગઈકાલે રાત્રે હું અહીં મારો મત આપવા આવ્યો હતો.દરેકને મતદાન કરવું જોઈએ.”