હેડલાઈન :
- જ્ઞાનવાપી અને મથુરા બાદ હવે જામા મસ્જિદનો વિવાદ
- સંભલની જામા મસ્જિદ નીચે મંદિર હોવાનો હિન્દુ પક્ષનો દાવો
- હિન્દુ પક્ષે સ્થાનિક કોર્ટમાં અરજી કરી તપાસ-સર્વે કરવા માગ
- સંભલમાં હરિહર મંદિર તોડી જામા મસ્જિદ બંધાવ્યાનો દાવો
- ઐતિહાસિક જામા મસ્જિદ લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલી
- વર્ષ 1528માં મંદિરને તોડીને બાબર દ્વારા બનાવવામાં આવી મસ્જિદ
ઉત્તર પ્રદેશમાં સંભલની જામા મસ્જિદની નીચે હરિહર મંદિર હોવાનો હિન્દુ પક્ષે દાવો કરવામાં આવોય છે.આ અંગે થયેલી અરજી બાદ કોર્ટે ઐતિહાસિક જામા મસ્જિદનો સર્વે કરી તપાસનો આદેશ કર્યો છે.
– જામા મસ્જિદ નીચે હિન્દુ મંદિરનો દાવો અને કોર્ટનો આદેશ
સંભલની ઐતિહાસિક જામા મસ્જિદ લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે.હિન્દુ પક્ષ દાવો કરી રહ્યું છે કે આ મસ્જિદમાં હરિહર મંદિર છે અને તેના પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.આ મામલે થયેલી અરજી પર સુનાવણી કરતા સ્થાનિક કોર્ટે હવે આ મામલે મસ્જિદના સર્વે અને તપાસનો આદેશ આપ્યો છે.તો કોર્ટના આદેશ બાદ કલેક્ટરની ઉપસ્થિતમાં વીડિયો રેકોર્ડીંગ સાથે સર્વે કર્યો હતો.
– જામા મસ્જિદને લઈ કોર્ટમાં હિન્દુ પક્ષની અરજી
જામા મસ્જિદને લઈને કોર્ટમાં 95 પાનાની અરજી દાખલ કરવામાં આવેલી અરજીમાં અરજદારે દાવો કર્યો હતો કે હિન્દુ પક્ષનો દાવો છે કે આક્રમણખોર બાબરે 1529માં આ મંદિરને તોડીને મસ્જિદમાં ફેરવી દીધું હતું. વિષ્ણુ શંકર જૈને કહ્યું કે તેમણે ઐતિહાસિક પુરાવા અને હિંદુ આસ્થાના આધારે આ અરજી દાખલ કરી છે..આ પહેલા અહીં એક પ્રાચીન હરિહર મંદિર હતું ,જે હિન્દુઓના ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ હતું.આ મંદિર ભગવાન વિષ્ણુના કલ્કી અવતાર સાથે જોડાયેલું છે.
– બાબરે હિન્દુ મંદિર તોડી મસ્જિદ બનાવ્યાનો દાવો
નોંધનિય છે કે આ મસ્જિદને સંભલની બાબરી મસ્જિદ તરીકે પણ ઓળખવામાં આવે છે,જે વર્ષ 1528માં મંદિરને તોડીને બાબર દ્વારા બનાવવામાં આવી હતી.એવું કહેવાય છે કે તેનું નિર્માણ મીર બેગ દ્વારા કરવામાં આવ્યું હતું,તેમાં મુગલ કાળના સ્થાપત્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે,જે ઐતિહાસિક દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.આ સંભલની સૌથી જૂની ઈમારતોમાંથી એક છે પરંતુ અહીં ધાર્મિક વિવાદ હંમેશા રહે છે. સુનાવણી બાદ કોર્ટે આદેશ આપ્યો છે કે એડવોકેટ કમિશનર દ્વારા આ અંગે સર્વે કરવામાં આવશે.
– જ્ઞાનવાપી અને મથુરા બાદ હવે જામા મસ્જિદનો વિવાદ
કાશીની જ્ઞાનવાપી અને મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ પછી આ દેશનો ત્રીજો મોટો કેસ છે.જ્યાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મસ્જિદની જગ્યાએ મંદિર છે,કોર્ટમાં ગયા બાદ હવે આ વિવાદ સામે આવ્યો છે. 95 પાનાના દાવામાં હિન્દુ પક્ષે દાવો કર્યો છે કે હરિહર મંદિરને તોડીને જામા મસ્જિદ બનાવવામાં આવી છે અને મસ્જિદ કમિટી તેનો અનધિકૃત ઉપયોગ કરી રહી છે. હિન્દુ પક્ષનો દાવો છે કે આક્રમણખોર બાબરે 1529માં આ મંદિરને તોડીને મસ્જિદમાં ફેરવી દીધું હતું. વિષ્ણુ શંકર જૈને કહ્યું કે તેમણે ઐતિહાસિક પુરાવા અને હિંદુ આસ્થાના આધારે આ અરજી દાખલ કરી છે.
– કલેક્ટરની ઉપસ્થિતિમાં સર્વે કરવામાં આવ્યો
ઉત્તર પ્રદેશના સંભલ સ્થિત જામા મસ્જિદનો સર્વે મંગળવારે 19 નવેમ્બર 2024ની સાંજે કલેક્ટરની હાજરીમાં હાથ ધરવામાં આવ્યો હતો.આ દરમિયાન ભારે પોલીસ બંદોબસ્તની હાજરીમાં વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.હકીકતમાં, હિન્દુ પક્ષે જામા મસ્જિદને હરિહર મંદિર હોવાનો દાવો કરીને કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.આ પછી કોર્ટે એડવોકેટ કમિશનરની નિમણૂક કરી સમગ્ર સંકુલનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો.આ રિપોર્ટ 29 નવેમ્બર 2024 સુધીમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
– હિન્દુ પક્ષના એડવોકેટ વિષ્ણુ શંકર જૈને શું કહ્યુ
હિન્દુ પક્ષના એડવોકેટ વિષ્ણુ શંકર જૈનનું કહેવું છે કે કોર્ટના આદેશ પર શાહી જામા મસ્જિદમાં સર્વે કરવામાં આવ્યો છે.હજુ વધુ આવવાનું બાકી છે.તેમણે કહ્યું કે મસ્જિદની અંદર માત્ર ફોટોગ્રાફરો અને કેમેરામેન જ ગયા હતા.આ દરમિયાન બંને પક્ષના લોકો હાજર હતા.તે જ સમયે મુસ્લિમ પક્ષના લોકો નજીકના ધાબા પર આવી જતાં સ્થિતિ તંગ બની ગઈ હતી.પરિસ્થિતિને સંભાળવા માટે વહીવટીતંત્રને ઘણા પ્રયત્નો કરવા પડ્યા.
SORCE : હિન્દુસ્તાન સમાચાર – ઓપ ઈન્ડિયા