હેડલાઈન :
- ગુયાનામાં વડાપ્રધાન મોદીનું વિશેષ સન્માન કરાયુ
- 56 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાને મુલાકાત કરી
- વડાપ્રધાન મોદીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન અપાયુ
- વડાપ્રધાન મોદીને “ઓર્ડર ઓફ એક્સિલેન્સ”થી સન્માનિત કર્યા
- ગુયાના રાષ્ટ્રપ્રમુખ ડો.ઈરફાન અલીએ PM મોદીનું કર્યુ સન્માન
- વડાપ્રધાન મોદીને ડોમિનિકાનો સર્વોચ્ચ એવોર્ડ પણ અપાયો
- PM નરેન્દ્ર મોદીનું “ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર”થી સન્માન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પાંચ દિવસીય વિદેશ પ્રવાસ દરમિયાન ગુયાના પહોંચ્યા 56 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાને અહીં મુલાકાત કરી ત્યારે તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતુ.
– ગુયાનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન
ગુયાનાના રાષ્ટ્રપ્રમુખ ડો. ઈરફાન અલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ એક્સિલેન્સથી સન્માન કર્યુ હતુ.આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું મારા મિત્ર રાષ્ટ્રપતિ ઇરફાન અલીને ગુયાનાના સર્વોચ્ચ એવોર્ડથી સન્માન આપવા બદલ હાર્દિક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.તેમણે કહ્યુ આ સન્માન માત્ર મારું જ નહીં,પરંતુ ભારતના 140 કરોડ લોકોનું સન્માન છે.તેમણે ઉમેર્યુ કે આ અમારા સંબંધો પ્રત્યેની તમારી ઘેરી પ્રતિબદ્ધતાનો જીવંત પુરાવો છે.જે અમને દરેક ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા આપશે.વડાપ્રધાન મોદીએ કહ્યુ કે ભારત અને ગુયાનાના સંબંધો આપણા સંયુક્ત ઈતિહાસ,સંસ્કૃતિક ધરોહર અને ઘેરા વિશ્વાસ પર આધારિત છે.તેમણે એમ પણ કહ્યુ કે આપણા સંબંધોને અભૂતપૂર્વ ઉંચાઈઓ પર લઈ જવામાં રાષટ્રપતિ ડો.ઈરફાન અલીનું વ્યક્તિગત રીતે ખૂબ મોટુ યોગદાન છે.અને તેમના નેતૃત્વમાં આપણે હર હંમેશ આગળ વધતા રહ્યા છીએ.
– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાર વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,”આજની ચર્ચાઓમાં મને ભારતના લોકો પ્રત્યેનો તેમનો સ્નેહ અને આદર લાગ્યો.ભારત પણ ગુયાના સાથેના દરેક ક્ષેત્રમાં ખભાથા ખભો મિલાવી ચાલવા માટે તૈયાર છે.બે ડેમોક્રેસના રૂપમાં આપણો સહકાર તે માત્ર મહત્વપૂર્ણ નથી દ્વિપક્ષીય સંબંધો માટે પરંતુ આખા વૈશ્વિક દક્ષિણ માટે, ગંગા,યમુના અને ભારતના બ્રહ્મપુત્ર જેવી મહાન નદીઓ આપણી પ્રાચીન સંસ્કૃતિનું જન્મસ્થળ રહી છે. ભારત અને ગુયાના વચ્ચે સમાનતાના ઘણા ઉદાહરણો છે જે આપણા ઐતિહાસિક સંબંધોને વધારે મજબૂત કરે છે. .. ”
– ગુયાનાના રાષ્ટ્રપતિ ડો.ઈરફાન અલીએ શું કહ્યુ
તો વળી ગુયાનાના રાષ્ટ્રપતિ ડો.ઈરફાન અલીએ પણ કહ્યુ કે ” પ્રદ્યોગિકી”,નવાચાર અને ડિજિટલીકરણનો ઉપયોગ દેશો વચ્ચેના અંતરને વધારવા માટે ન કરવુ જોઈએ પરંતુ દેશો વચ્ચેનું અંતર અને ગરીબી ને ઘટાડવા માટે દુનિયાએ એક સાથે લાવવા પ્રગતુ અને પ્રયાસ કરવા જોઈએ.અને ભારત નવી પ્રાદ્યોગિક નવાચારનું સમર્થન કરી રહ્યુ છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CARICOM માં અમને યાદ અપાવ્યુ કે આપ આ CARICOM પરિવાના સદસ્ય છો.અને અમે ઈચ્છીએ છીએ કે આપ આ પરિવારના સ્વરૂપમાં માનો છો.આ એક દ્વીપક્ષીય બેઠક હતી જે અલગ હતી.આ વિચારોનુ મિલન હતુ,વિચારોનું આદાન પ્રદાન હતુ અને પડકારોથી ઉભરી એક બીજાની મદદ કરવાની પ્રતિબદ્ધતા હતી.
– કોમનવેલ્થે PM મોદીને ઉચ્ચતમ રાષ્ટ્રીય સન્માન આપ્યુ
ગુયાનાના જ્યોર્જટાઉન ખાતે ડોમિનિકા કોમનવેલ્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેનો ઉચ્ચતમ રાષ્ટ્રીય સન્માન-ડોમિનિકા એવોર્ડનો સન્માન આપ્યો.ડોમિનિકાને ડોમિનિકાના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન બદલ રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટન અને વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્કુરાઈટ અને ડોમિનિકાના લોકોનો આભાર વ્યક્ત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું, “આ સન્માન ફક્ત મારું જ નહીં પરંતુ ભારતના 140 મિલિયન લોકોનું તેમના સંસ્કારો અને તેમની પરંપરાનું છે.આપણે બે લોકશાહી છીએ અને આપણા બંને માટે મહિલા સશક્તિકરણ છીએ આખી દુનિયાના રોલ મોડેલ છીએ . “તેમણે કહ્યુ કે આપણા બંને દેશોમાં મહિલા રાષ્ટ્રપતિ છે.ભારત અને ડોમિનિકા વચ્ચે સદીઓ પુરાણો ઈતિહાસ અને સાંસ્કૃતિક સંબંધ છે અને ભારત માટે એ ઘેરા સંતોષનો વિષય રહ્યો છે.કે આપણે કોવિડ-19 જેવી વિપત્તિઓ સમયે ડોમિનિકાના લોકોની સહાયતા કરી શકીએ.
– PM મોદીએ વિવિધ દેશોના વડા સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી
આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોમિનિકાના વડા પ્રધાન રૂઝવેલ્ટ સ્ક્રિટ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.તો વળી સુરીનામ પ્રમુખ ચાન સંન્ટોખી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી ઉપરાંત ત્રિનિદાદ અને ટોબેગોના વડા પ્રધાન કીથ રોલી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાર્બાડોસના વડાપ્રધાન મિયા અમોર મોટલી સાથે પણ દ્વિપક્ષીય બેઠક યોજી તો બહામાસ વડાપ્રધાન ફિલિપ ડેવિસ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી આ સાથે એન્ટિગુઆ અને બાર્બુડા વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેન્ટ લ્યુસિયાના વડા પ્રધાન ફિલિપ જે પિયર સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.