હેડલાઈન :
- દેશમાં ફરી એક વાવાઝોડાના ભણકારા IMD ની આગાહી
- બંગાળની ખાડીમાં સર્જાયુ ચક્રવાતની સર્જાઈ રહેલી સ્થિતિ
- ચક્રવાત ફેંજલ આગામી રવિવાર સુધીમાં દરિયાકાઠે ટકરાઈ શકે
- ચક્રવાતી દબાણ આગામી 24 કલાકમાં વધુ મજબૂત બની શકે
- ચક્રવાત પૂર્ણ સ્વરૂપ ધારણ કરશે તો તેનું નામ ‘ફેંજલ’ રાખાશે
- આ ચક્રવાતનું નામકરણ સાઉદી અરેબિયા દ્વારા કરવામાં આવ્યું
બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાતે આકાર લીધો છે,ફેંજલ નામક આ ચક્રવાત આગામી રવિવાર સુધીમાં દરિયાકાંઠે ટકરાય તેવા આગાહી છે.
– બંગાળની ખાડીમાં ચક્રવાતની સ્થિતિ સર્જાઈ
બંગાળની ખાડીમાં ચક્રવાતની સ્થિતિ સર્જાઈ છે,જેના કારણે હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં ‘ફેંજલ’ નામનું ચક્રવાત બનવાની આગાહી કરી છે.ભારતીય હવામાન વિભાગ IMD એ ગુરુવારે રાત્રે આ માહિતી આપી છે,હવામાન વિભાગ અનુસાર દક્ષિણ આંદામાન અને નિકોબાર નજીક બંગાળની ખાડીમાં ચક્રવાતી દબાણ ક્ષેત્ર બન્યું છે.તેની અસરને લીધે આસપાસના વિસ્તારોમાં નીચા દબાણનો વિસ્તાર બનવાની સંભાવના છે જે ધીમે ધીમે ‘ઊંડા દબાણ’ અને પછી ચક્રવાતમાં પરિણમી શકે છે.
– રવિવાર સુધીમાં ચક્રવાત દરિયાકાઠે ટકરાઈ શકે
તો વળી હવામાન નિષ્ણાતોએ ગુરુવારે જણાવ્યું હતું કે ચક્રવાતી દબાણ આગામી 24 કલાકમાં વધુ મજબૂત બની શકે છે.દરિયાઈ સ્થિતિ અને પવનની ગતિને કારણે,આ ચક્રવાતી દબાણ શનિવાર અથવા રવિવારે મુખ્ય ભારતીય મુખ્ય ભૂમિના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચી શકે છે.તેના કારણે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોને અસર થઈ શકે છે.શ્રીલંકાના ઉત્તરીય તટીય વિસ્તારોમાં પણ તેની અસર થવાની સંભાવના છે.જો આ ચક્રવાત પૂર્ણ સ્વરૂપ ધારણ કરશે તો તેનું નામ ‘ફેંજલ’ રાખવામાં આવશે. આ નામકરણ સાઉદી અરેબિયા દ્વારા કરવામાં આવ્યું છે.આ પહેલા ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં કતાર દ્વારા નામ આપવામાં આવેલ ચક્રવાત ‘દાના’એ આ જ વિસ્તારમાં ભારે અસર કરી હતી.
– ચક્રવાતની દિશા અને તીવ્રતાની નક્કર માહિતી નહી
જો કે IMD એ હજુ સુધી આ સંભવિત ચક્રવાતને કારણે ચોક્કસ દિશા,તીવ્રતા અથવા નુકસાન વિશે કોઈ નક્કર માહિતી આપી નથી.પરંતુ તકેદારીના ભાગરૂપે હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.વહીવટી તંત્રએ પણ સાવચેતીના પગલાં લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
SORCE : હિન્દુસ્તાન સમાચાર