હેડલાઈન :
- ગૌતમ અદાણી ગૃપ પર અમેરિકામાં આરોપનો મામલો
- રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સાધ્યુ નિશાન
- વડાપ્રધાન મોદી અને અદાણી પર રાહુલ ગાંધીના આક્ષેપ
- રાહુલ ગાંધીના આક્ષેપ સામે ભાજપે આપ્યો વળતો જવાબ
- ભાજપ સાંસદ સંબિત પાત્રાએ આપ્યો સણસણતો જવાબ
- જનતા જાણે છે કોણ વિશ્વસનિય-કોણ વિશ્વાસપાત્ર નહીં : ભાજપ
અદાણી ગૃપ પર અમેરિકાના આરોપ પર હવે ભારતમાં રાષ્ટ્રીય સ્તરે મામલો ગરમાયો છે.જેમાં લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર નિશાન સાધ્યુ તો ભાજપે આકરો જવાબ વાળ્યો હતો.
– રાહુલ ગાંધીનું વડાપ્રધાન મોદી અને અદાણી પર નિશાન
સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ લાંચ કેસમાં ગૌતમ અદાણી અને અન્યને દોષિત ઠેરવતા યુએસ પ્રોસિક્યુટર્સ પર,લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું,”હવે સંપૂર્ણ રીતે સ્પષ્ટ અને યુએસમાં સ્થાપિત થઈ ગયું છે કે અદાણીએ ભારતીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.મને આશ્ચર્ય થાય છે કે અદાણી એક ભયમુક્ત માણસની જેમ ફરે છે.2000 કરોડનું કૌભાંડ કર્યું છે અને સંભવતઃ બીજા ઘણા કૌભાંડો કર્યા છે અને તેઓ ડર્યા વિના ફરે છે.રાહુલ ગાંધીએ કહ્યુ કે અમે વારંવાર આ વાતનું પુનરાવર્તન કરી રહ્યા છીએ.અમે જે કહી રહ્યા છીએ તેની આ પુષ્ટિ છે,તો વળી વડાપ્રધાન તેમને બચાની રહ્યા છે.તેમણે એવો ગંભીર આક્ષેપ કર્યો તો વડાપ્રધાન અદાણી સાથે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનુ પણ જણાવ્યુ હતુ.”
– રાહુલ ગાંધીના અદાણી મામલે વડાપ્રધાન પર આક્ષેપ
તો વળી રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે,’અમે એ આ મુદ્દાને ઉઠાવવાની મારી જવાબદારી છે કે આ વ્યક્તિએ ભ્રષ્ટાચાર દ્વારા ભારતની સંપત્તિ મેળવી છે.અમે તેને રિપીટ કરીશું સાથે જ JPC અમારી માંગ છે પરંતુ અમે ઈચ્છીએ છીએ કે અદાણીની ધરપકડ કરવામાં આવે જોકે અમે જાણીએ છીએ કે તેમની ધરપકડ કરવામાં આવશે નહીં કારણ કે ભારતના વડાપ્રધાન અદાણીને સમર્થન આપે છે.
– રાહુલ ગાંધીએ કહ્યુ દેશ અદાણીના નિયંત્રણમાં
રાહુલ ગાંધીએ આગળ કહ્યું,કે “જ્યાં પણ ભ્રષ્ટાચાર છે,ત્યાં તપાસ થવી જોઈએ.પરંતુ તપાસ અદાણીજીથી શરૂ થશે.જ્યાં સુધી અદાણીજીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તે વિશ્વસનીય નહીં બને.તેથી તે શરૂ કરો અદાણીજીને પકડો અને પૂછ પરછ કરો આખરે નરેન્દ્ર મોદીનું નામ બહાર આવશે કારણ કે ભાજપનું આખું ફંડિંગ માળખું તેમના હાથમાં છે.અને તેથી વડાપ્રધાન ઈચ્છવા છતા કઈં જ નહી કરી શકે.તેમણે કહ્યુ એક રીતે અદાણીજીએ દેશને હાઇજેક કરી લીધો છે ભારત અદાણીના નિયંત્રણમાં છે.
– ભાજપ સાંસદ સંબિત પાત્રાનો સણસણતો જવાબ
તો સામે ભાજપના સાંસદ સંબિત પાત્રાએ કહ્યું,”આજે સવારથી અમે મીડિયામાં એક કંપનીને લગતો મામલો જોઈ રહ્યા છીએ.અમેરિકામાં તે કંપની વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે.આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે.અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે જ્યાં સુધી કંપની અને તેની સામેના કેસનો સંબંધ છે,કંપની નિવેદન જારી કરશે અને પોતાનો બચાવ કરશે.”અને કાયદો કાયદાનું કામ કરશે.
– વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વસનિયતા વિશ્વમાં ફેલાયેલી
સંબિત પાત્રાએ રાહુલ ગાંધીના આક્ષેપ પર કહ્યું,કે “આજે રાહુલ જી વારંવાર કહે છે કે મોદીજીની વિશ્વસનીયતા ખતમ થઈ ગઈ છે.મોદીજી અદાણીની પાછળ ઉભા છે,તેથી વૈશ્વિક સ્તરે તેમની વિશ્વસનીયતા ખતમ થઈ ગઈ છે.તમે,તમારી માતા અને તમારી પાર્ટી આપણા દેશથી હજારો માઈલ દૂર મોદીજીની વિશ્વસનિયતાને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.પરંતુ તેઓ કદાચ એ ભૂલી રહ્યા છે કે આપણા દેશથી હજારો માઈલ દૂર વડાપ્રધાન મોદીજીને સર્વોચ્ચ સન્માન આપવામાં આવી રહ્યા છે.અને તે જ તેમની વિશ્વસનિયતા છે.ન કે મોતના સોદાગર કહીને મોદીજીની વિશ્વસનિયતા પર કોઈ અસર થઈ કે ન તો ચોકીદાર ચોર કહવાથી કોઈ ઠેસ પહોંચી છે. કારણ કે દેશની જનતા ખૂબ સારી રીતે જાણે છે કે કોણ વિશ્વસનીય છે અને કોણ વિશ્વાસપાત્ર નથી.